તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બ્રહ્માસ્ત્ર'ની તૈયારી:CBFC રણબીર-આલિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મના 10 ટીઝર કટ્સ તથા 13 મોશન પોસ્ટર પાસ કર્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

2018માં જ્યારે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી જ ચાહકોમાં ઘણો જ ઉત્સાહ છે. જોકે, હેવી VFXને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. 2020માં લૉકડાઉનને કારણે કામ અટકી પડ્યું અને 2021માં પણ હજી સુધી ફિલ્મનું કામ પૂરું થઈ શક્યુંનથી. જ્યારે ફિલ્મનું પાંચ-છ દિવસનું શૂટિંગ બાકી હતું ત્યારે રણબીર-આલિયાને કોરોના થયો હતો. મહારાષ્ટ્રમાં કેસ વધતા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

10 ટીઝર કટ તથા 13 મોશન પોસ્ટર્સને મંજૂરી મળી
ફિલ્મનું શૂટિંગ ભલે બાકી હોય, પરંતુ કરન જોહરની ધર્મા પ્રોડક્શને માર્ચ 2021માં 'બ્રહ્માસ્ત્ર'ના મોશન પોસ્ટર્સ તથા ક્રિએટિવ્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને મોકલ્યા હતા. 1 એપ્રિલથી 12 એપ્રિલની વચ્ચે CBFCએ આ તમામ પ્રોમોને પાસ કરીને U સર્ટિફિકેટ આપ્યું છે. આ સાથે જ આ પ્રોમોમાં એક પણ કટ લગાવ્યો નથી.

દરેક પાત્રનું ઈન્ટ્રોડક્ટરી મોશન પોસ્ટર હશે
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, નાગાર્જુન તથા ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં છે. આ તમામના અલગ અલગ ઈન્ટ્રોડક્ટરી મોશન પોસ્ટર બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં ઈન્ટરનેશનલ લેવલનો પાંચ મિનિટનો ફર્સ્ટ લુક પણ મેકર્સ રિલીઝ કરશે. આ વીડિયોમાં ફિલ્મ, પાત્ર અંગે વાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...