તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'રાધે' પાસ:સલમાન ખાનની 'રાધે'ને CBFCએ UA સર્ટિફિકેટ આપ્યું, કોઈ પણ કટ વગર 13મેએ થિયેટરમાં રિલીઝ થશે

મુંબઈ14 દિવસ પહેલા
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ કોઈ પણ કટ વગર ફિલ્મને પાસ કરી
  • સલમાનની અત્યાર સુધીની ફિલ્મમાંથી 'રાધે' સૌથી નાની ફિલ્મ છે.

સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ' 13 મેના રોજ ઈદના દિવસે વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થશે. આ સાથે જ 'પે પર વ્યૂ' સર્વિસ ઝી પ્લેક્સ પર પણ રિલીઝ થશે. હવે મેકર્સને 'રાધે' માટે સેન્સર સર્ટિફિકેટ પણ મળ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ કોઈ પણ કટ વગર ફિલ્મને થિયેટર સ્ક્રીનિંગ માટે મેકર્સને UA સર્ટિફિકેટ આપ્યું છે.

'રાધે' તમામ ઉંમરના દર્શકો માટે ફિટઃ બોર્ડ
સેન્સર બોર્ડના મતે, ફિલ્મ 'રાધે' પેરેન્ટલ ગાઈડન્સની સાથે તમામ ઉંમરના દર્શકો માટે બિલકુલ ફિટ છે. આ ફિલ્મ એક કલાક 54 મિનિટની છે. સલમાનની અત્યાર સુધીની ફિલ્મમાંથી 'રાધે' સૌથી નાની ફિલ્મ છે. સલમાનની 30 વર્ષની કરિયરમાં આ પહેલાં માત્ર બે જ ફિલ્મ બે કલાકથી ઓછા સમયની હતી. 2009માં આવેલી ફિલ્મ 'મૈં ઔર મિસિસ ખન્ના' તથા 2007માં આવેલી 'મેરી ગોલ્ડ' હતી.

પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી 'રાધે'નું ટ્રેલર તથા બે ગીતો 'સિટી માર' તથા 'દિલ દે દિયા' રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાનના દમદાર સંવાદો તથા એક્શન જોવા મળી છે. ફિલ્મના ટ્રેલર તથા બે ગીતોને ચાહકોએ વખાણ્યું છે. ફિલ્મમાં સલમાન ઉપરાંત દિશા પટની, રણદીપ હુડ્ડા, જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે.

સલમાન-રણદીપે રિહર્સલ વગર ફાઈટ સીક્વન્સ શૂટ કરી
ફિલ્મમાં સલમાન તથા રણદીપની વચ્ચે વોશરૂમ ફાઈટ સીન પણ છે. આ વાતનો ઘટસ્ફોટ હાલમાં રણદીપે કર્યો હતો અને કહ્યું હતું, 'સલમાન તથા મારી વચ્ચે વોશરૂમ ફાઈટ સીક્વન્સ પ્રભુસરની કલ્પના છે અને કોરિયન એક્શન ડિરેક્ટર મ્યેઓન્ગ હેંગે આ સીનને ઓન સ્પોટ ડિરેક્ટ કર્યો હતો. અમે રિહર્સલ પણ કર્યું નહોતું.'

'રાધે' 40 ઓવરસીઝ દેશના થિયેટરમાં રિલીઝ થશે
ફિલ્મને 40 ઓવરસીઝ દેશના થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે, જેમાં મિડલ ઈન્ટ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, યુપોર ટેરેટરી સામેલ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષથી અત્યાર સુધી લૉકડાઉન બાદ આ પહેલી હિંદી ફિલ્મ રિલીઝ થશે, જે થિયેટરમાં જોઈ શકાશે.

ફિલ્મમાં સ્પેશિયલ કૉપના રોલમાં સલમાન
સલમાન ખાનને ફિલ્મમાં સ્પેશિયલ કૉપની ભૂમિકામાં છે. તેને મુંબઈમાં ફેલાયેલા ડ્રગ્સના ધંધા તથા ક્રાઈમ રેટને કંટ્રોલ કરવાની જવાબદારી આપવામાં આવી છે. રાધેએ 97 એન્કાઉન્ટ કર્યા છે અને તે પોતાની રીતે કામ કરે છે. આ ફિલ્મ 'વોન્ટેડ' (2009) જેવી જ છે. ટ્રેલરમાં સલમાનનો 'વોન્ટેડ'નો લોકપ્રિય ડાયલોગ 'એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી તો અપને આપકી ભી નહીં સુનતા' સાંભળવા મળે છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સલમાન ખાન યુનિફોર્મ વગર ક્રિમિનલ્સને સજા આપે છે. ફિલ્મમાં દિશા પટની, સલમાનની લેડી લવ છે. તો રણદીપ મુખ્ય વિલન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો