ગીતકાર વિરુદ્ધ FIR:RSS પર કરવામાં આવેલા નિવેદન બદલ જાવેદ અખ્તર સામે કેસ દાખલ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ ટિપ્પણી અંગે મુંબઈ પોલીસે ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે. તેમણે RSS તથા તાલિબાનને એક સમાન ગણાવ્યા હતા.

સ્થાનિક વકીલ સંતોષ દુબેની ફરિયાદ પર મુંબઈના મુલુંદ પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. પોલીસ અધિકારીના મતે, ભારતીય કલમ 500 (માનહાનિ માટેની સજા) હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

વકીલે RSS વિરુદ્ધના નિવેદનને ખોટું તથા અપમાનજક ગણાવીને ગયા મહિને અખ્તરને કાનૂની નોટિસ ફટકારી હતી. જાવેદ અખ્તરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે હિંદુ કટ્ટરવાદીઓ તથા તાલિબાનને એક સમાન ગણાવ્યા હતા.

દુબેએ પોતાની નોટિસમાં દાવો કર્યો હતો કે આ પ્રકારના નિવેદનથી અખ્તરે ભારતીય કલમ 499 (માનહાનિ) તથા 500 (માનહાનિ માટે સજા) હેઠળ ગુનો કર્યો છે. વકીલે કહ્યું હતું, 'મેં પહેલાં જાવેદ અખ્તરને કાનૂની નોટિસ મોકલી હતી અને નિવેદન પર માફી માગવાનું કહ્યું હતું, પરંતુ તેમણે આમ કર્યું નહીં. હવે મારી ફરિયાદને આધારે તેમના વિરુદ્ધ FIR કરવામાં આવી છે.'