તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ભંગ:અજય દેવગનની ફિલ્મ 'મેડે'ની પ્રોડક્શન ટીમના 12 લોકો પર કેસ, કોરોના ગાઈડલાઈન તોડવાનો આક્ષેપ

મુંબઈ11 દિવસ પહેલા
મુંબઈના સનસિટી ગ્રાઉન્ડમાં જે સેટ તૈયાર થયો હતો, તેમાં એક પ્લેન ક્રેશ સીન શૂટ થવાનો હતો

એક્ટર તથા પ્રોડ્યૂસર અજય દેવગનના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા 12 સ્ટાફ મેમ્બર્સ વિરુદ્ધ કોવિડ 19ની ગાઈડલાઈનના ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ક્રૂ મેમ્બર વસઈના સનસિટી વિસ્તારમાં ફિલ્મ 'મેડે'ના સેટનું નિર્માણ કરતા હતા. તેમની પર ભીડ ભેગી કરવાનો તથા લૉકડાઉનના નિયમ તોડવાનો આક્ષેપ છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, સનસિટી ગ્રાઉન્ડમાં જે સેટ તૈયાર થયો હતો, તેમાં એક પ્લેન ક્રેશનો સીન શૂટ થવાનો હતો. ફિલ્મના ક્રૂએ દાવો કર્યો હતો કે તેમણે વસઈના કલેક્ટરની પરવાનગી લીધી હતી. 'મેડે' ફિલ્મ અજય દેવગન બનાવી રહ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, રકુલ પ્રીત સિંહ તથા અંગિરા ધર લીડ રોલમાં છે. આ ફિલ્મ એપ્રિલ, 2022માં રિલીઝ થાય તેવી શક્યતા છે.

માનિકપુર પોલીસ સ્ટેશનમાં એક્ટરના સ્ટાફમાં જે લોકો પર કેસ થયો છે, તેમાં ગાર્ડેનિયા સ્ટૂડિયોના લોકેશન મેનેજર દાનિશ જૈસવાલ (35) પણ સામેલ છે. માનિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભાઉસાહેબ આહિરે કહ્યું હતું કે અનેક લોકોએ કોવિડ 19ના નિયમોની ઐસી તૈસી કરીને સો.ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હતો.

માનિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભાઉસાહેબના મતે, જ્યારે તેમની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યો નહોતો
માનિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભાઉસાહેબના મતે, જ્યારે તેમની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યો નહોતો

સ્ટાફમાં કોઈએ પણ માસ્ક પહેર્યો નહોતો
વધુમાં આહિરે કહ્યું હતું કે સનસિટી ગ્રાઉન્ડ પર બનનારા સેટની પાસે 15થી વધુ લોકો હાજર હતા, આમાંથી એકાદ-બે વ્યક્તિને બાદ કરતાં કોઈએ પણ માસ્ક પહેર્યો નહોતો. નિયમોનો ભંગ થતાં તેમણે લોકેશન મેનેજર જૈસવાલને બોલાવ્યો હતો. તેણે કહ્યું કે તેણે કલેક્ટરના ત્યાંથી શૂટિંગની પરવાનગી લીધી છે. અજય દેવગન અહીંયા શૂટ માટે આવવાનો છે.

આ કલમ હેઠળ કેસ થયો
ત્યારબાદ IPCની કલમ 188 (સરકારે આપેલા નિર્દેશોનું ઉલ્લંઘન કરવું) તથા 269 (જીવન માટે જોખમી કોઈ પણ બીમારીનો ચેપ ફેલાવવાનો આક્ષેપ) હેઠળ કેસ કર્યો છે. તેમને સેટ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

આજે પણ સ્ટાફ ગ્રાઉન્ડ પર હાજર, પરંતુ હવે તમામ માસ્ક પહેરીને કામ કરે છે
આજે પણ સ્ટાફ ગ્રાઉન્ડ પર હાજર, પરંતુ હવે તમામ માસ્ક પહેરીને કામ કરે છે

વિવાદ વધતા વસઈના કલેક્ટર ઉજ્જવલ ભગતે કહ્યું હતું કે તેમણે નિર્ધારિત રકમ લઈને માત્ર મેદાન ભાડે આપ્યું હતું. શૂટિંગ અથવા સેટ નિર્માણની કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. આના માટે લોકલ પોલીસ તથા નગર નિગમની પરવાનગી લેવાની હોય છે. ફિલ્મ 'મેડે'ના પ્રવક્તાએ કહ્યું હતું, 'અમને હાલમાં કોઈ પણ પ્રકારનો કેસ થયો હોવાની માહિતી મળી નથી. અમારું શૂટિંગ નક્કી કરેલાં સમયે જ થશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો