તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાન ફિલ્મ ફેસ્ટિવલ:રેડ કાર્પેટ પર સુપર મોડલનો બોલ્ડ અંદાજ, એક નેકલેસે ઉડાવ્યા બધાના હોશ

કાન14 દિવસ પહેલા

ફ્રાંસમાં હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ફેસ્ટિવલમાં સુપર મોડલ બેલા હદીદના રેડ કાર્પેટ લુકે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેલા હદીદ ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી હતી.

ડીપ કટ ગાઉનમાં જોવા મળી
બેલા હદીદ રેડ કાર્પેટ પર ઇટાલિયન ફેશન ડિઝાઈનર ડેનિયલ રોઝબેરીના ડિઝાઈનર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉન ડીપ નેક હતું. વધુમાં આ ગાઉન સાથેનો ગોલ્ડન નેકલેસ જોવાલાયક હતો. આ ગોલ્ડન નેકલેસ ફેફસાં જેવો લાગતો હતો.

24 વર્ષીય બેલા હદીદે ડેનિયલ રોઝબેરીના 'સ્કિઆપરેલ્લી ફોલ 2021 કલેક્શન'નો નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ માણસના ફેફસાંમાંથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો.

રેડ કાર્પેટ પર બેલા હદીદનો ગ્લેમરસ અંદાજ

આ પહેલાં બેલા હદીદ જીન પોલના ડિઝાઇનર ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉન સાથે બેલાએ ડાયમંડ ઇયરરિંગ્સ તથા હાર્ટ શેપની રિંગ પહેરી હતી.

બહેન તથા માતા પણ સુપરમોડલ
ઉલ્લેખનીય છે કે 24 વર્ષીય બેલાની મોટી બહેન ગીગી હદીદ પણ સુપરમોડલ છે. આ ઉપરાંત તેની માતા યોલાન્ડા પણ સુપરમોડલ રહી ચૂકી હતી. બેલાના પિતા મોહમ્મદ હદીદ જાણીતા બિઝનેસમેન છે. બેલાનો નાનો ભાઈ અનવર હદીદ પણ મોડલિંગની દુનિયામાં જાણીતું નામ છે.

અફેરને કારણે ચર્ચામાં
હાલમાં બેલાના સંબંધો માર્ક કાલ્મન સાથે છે. થોડાં સમય પહેલાં જ બેલાએ માર્ક સાથેની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. માર્ક જાણીતો આર્ટ ડિરેક્ટર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં બેલાના સંબંધો 2015માં સિંગર અબેલ મક્કોનન ટેસ્ફેયે (વીકેન્ડ) સાથે હતા. 2016માં બંનેનું બ્રેકઅપ થયું હતું. 2018માં ફરી બંને વચ્ચે સંબંધો બંધાયા હતા, પરંતુ 2018માં પાછું બ્રેકઅપ થઈ ગયું હતું.