કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સૌ પહેલા રેડ કાર્પેટ પર જોવા મળી હતી. દીપિકા રેડ કાર્પેટ પર દેસી લુકમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકને ઇન્ડિયન ટચ આપ્યો હતો.
દીપિકા રેડ કાર્પેટ પર ફેશન ડિઝાઇનર સબ્યાસાચીની બ્લેક એન્ડ ગોલ્ડ સિક્વેન સાડીમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકને ફંકી હેરબનને ગોલ્ડન હેડબેન્ડ સાથે હાઇલાઇટ કર્યો હતો. ડ્રામેટિક આઇલાઇનર, ન્યૂડ લિપ્સ્ટિક, ઇયરિંગ્સ તથા રિંગ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો. દીપિકાએ સબ્યાસાચીના બંગાળી રોયલ કલેક્શનની ઇયરિંગ્સ પહેરી હતી. દીપિકાએ બોલ્ડ આઇ મેકઅપને હાઇલાઇટ કર્યો હતો.
યુઝર્સે શું કહ્યું?
દીપિકાનો લુક કેટલાક યુઝર્સને પસંદ આવ્યો હતો તો કેટલાકને ગમ્યો નહોતો. ઘણા યુઝર્સ દીપિકાના લુકથી ઇમ્પ્રેસ થયા નહોતા. દીપિકાને હેવી ઇયરિંગ્સ તથા આઇ મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે કહ્યું હતું કે દીપિકાના કાન મદદ માટે બૂમો પાડી રહ્યા છે. અન્ય એકે કહ્યું હતું કે કાન માટે દુઃખ થાય છે. બીજાએ એવી કમેન્ટ કરી હતી કે લોકો ફેશન માટે પોતાને આટલા ટોર્ચર કેમ કરે છે. દીપિકાના કાન...એક યુઝરે કહ્યું હતું કે દીપિકાનો મેકઅપ બિલકુલ સારો નથી.
આ પહેલાં દીપિકા પ્રિન્ટેડ શર્ટમાં હતી
દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મીટિંગમાં સબ્યાસાચીના કલેક્શનમાંથી પ્રિન્ટેડ મસૂર સિલ્ક શર્ટ તથા મોનોગ્રામ બટન્સ પ્લિટેડ વૂલ ટ્રાઉઝર પહેર્યું હતું. આ સાથે જ મહારાણી નેકલેસ, હેડબેન્ડ પહેર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.