75મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય એક્ટ્રેસિસ પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોના મનમાં છવાઈ ગઈ છે. ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ તથા હિના ખાને પોતાના કિલર લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કર્યા હતા. જોકે, હિના ખાને બોલિવૂડ એક્ટ્રેસિસને બરોબરની ટક્કર આપી હતી.
ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે બ્લેક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે એશે ફેશન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાનું પર્પલ રંગનું સ્કલ્પ્ટેડ ગાઉન પહેર્યું હતું. ડ્રામેટિક આઇ મેકઅપ સાથે ઐશ્વર્યાએ લુક કમ્પ્લિટ કર્યો હતો.
વાત દીપિકાની કરીએ તો તેણે ફેશન લેબલ લુઇ વુઇટનનો સી સ્ટ્રેપ રેડ ડ્રેસ પહેર્યો હતો. પેપ્લમ ટોપ સાથે મેચિંગ લોંગ રેડ સ્કર્ટ પહેર્યું હતું. લુકને ડાયમંડ નેકલેસ સાથે કમ્પ્લિટ કર્યો હતો.
ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાન ઓફ શોલ્ડર પર્પલ લાઇલેક ગાઉનમાં જોવા મળી હતી ગાઉનમાં ફેધર્સ લગાવવામાં આવ્યા હતા. લુકને કમ્પ્લિટ કરવા માટે હિના ખાને કાનમાં સટ્ડસ પહેર્યાં હતાં. હિના ખાનના હોટ એન્ડ ગ્લેમરસ લુક આગળ બોલિવૂડ એક્ટ્રેસિસ પર ઝાંખી લાગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.