કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022:બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ન્યૂડ મેકઅપમાં જોવા મળી, રેડ કાર્પેટ પર ગોર્જિયસ લાગી

કાનએક મહિનો પહેલા
  • ઐશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની આગવી અદામાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝની ફિલ્મ 'ટોપન ગન માર્વેરિક'ના પ્રીમિયરમાં હાજર રહી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પહેલાં પિંક સૂટમાં જોવા મળી હતી. બીજા અપીયરન્સમાં તે બ્લેક ગાઉનમાં હતી.

હોલિવૂડ એક્ટ્રેસ સાથે જોવા મળી
ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે ગઈ છે.

હોલિવૂડ એક્ટ્રેસ ઈવા સાથે ઐશ્વર્યા રાય...

ઐશ્વર્યાનો લુક કેવો હતો?
ઐશ્વર્યા રાય બ્લેક ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી. તેણે ન્યૂડ મેકઅપ કર્યો હતો. વાળને સેન્ટર પાર્ટ કરીને પાછળથી પીન અપ કર્યા હતા. ફિંગર રિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા ઉપરાંત દીપિકા પાદુકોણ, ઉર્વશી રાઉતેલા, પૂજા હેગડે, નવાઝુદ્દીન સિદ્દકી, ફિલ્મમેકર શેખર કપૂર, એ આર રહમાન, તમન્ના ભાટિયા સહિતના સેલેબ્સ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.