સ્મૃતિ ઈરાનીનો ફિટ લુક:કેબિનેટ મંત્રીએ ફોટો શૅર કર્યો, ચાહકોએ કહ્યું- 'અરે દીદી નાઇસ ટ્રાન્સફોર્મેશન'

મુંબઈ19 દિવસ પહેલા
  • વજન ઘટાડીને ટીવીની તુલસી ફિટ થઈ

અંદાજે 5 મહિના પહેલાં મનીષ પોલની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરમાં સ્મૃતિ ઈરાનીનું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું. જોકે, તે સમયે સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દે કોઈ જ વાત કરી નહોતી. હાલમાં જ સ્મૃતિ ઈરાનીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે પહેલાં કરતાં પણ વધુ ફિટ જોવા મળે છે.

કેબિનેટ મંત્રી છેલ્લાં ઘણાં સમયથી પોતાના ફિટનેસ પર કામ કરે છે. છેલ્લાં ઘણાં સમયે અનેકવાર ચાહકોએ એ વાત નોટિસ કરી હતી કે તેમનું વજન ઘટી રહ્યું છે. લેટેસ્ટ તસવીરથી ચાહકો નવાઈમાં મૂકાયા છે.

સ્મૃતિ ઈરાનીએ શૅર કરેલી તસવીરમાં તે ગાર્ડનમાં સમય પસાર કરે છે અને એક ફૂલને સ્પર્શ કરે છે. આ તસવીર શૅર કરીને સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું હતું, 'જે પહોંચની બહાર છે, ત્યાં વસંત છે...ફૂલ તોડશો નહીં.'

યુઝર્સે ટિપ્સ માગ્યા
સ્મૃતિની આ તસવીર પર અનેક સેલેબ્સે કમેન્ટ કરી છે. મૌની રોયે કહ્યું હતું, 'ખૂબ સુંદર.' સોનમ કપૂરે લખ્યું હતું, 'બહુ જ સારા લાગા છો.' અનિતા હસનંદાનીએ કહ્યું હતું, 'વાહ, તમે આટલું વજન ઘટાડી નાખ્યું.' સો.મીડિયા યુઝર્સે કમેન્ટમાં વજન ઘટાડવા અંગેની ટિપ્સ માગ્યું હતું.

મનીષ પોલે બુધવાર, 16 જૂનના રોજ આ મુલાકાતની તસવીર શૅર કરી હતી.
મનીષ પોલે બુધવાર, 16 જૂનના રોજ આ મુલાકાતની તસવીર શૅર કરી હતી.

આજે પણ તુલસીના નામથી ઓળખાય છે
સ્મૃતિ ઈરાની ટીવી શો 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી'ના તુલસી વીરાણીના પાત્રથી લોકપ્રિય થી હતી. 2003માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ હતી અને ધીમે ધીમે રાજકીય કરિયર પર ધ્યાન આપીને ગ્લેમર વર્લ્ડ છોડી દીધું.

24 વર્ષની ઉંમરે ટીવી શો કર્યો હતો
45 વર્ષીય સ્મૃતિએ સો.મીડિયામાં અવારનવાર જૂની તસવીરો શૅર કરતી હોય છે. સ્મૃતિએ જ્યારે 'ક્યોંકી..' શો કર્યો ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી.

2017માં ચર્ચા હતી કે સ્મૃતિ ઈરાની કિટો ડાયટ કરે છે
2017માં સ્મૃતિ ઈરાનીએ સો.મીડિયામાં બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં કિટો ચિકન લખ્યું હતું અને બીજી તસવીરમાં ડોનટ્સ હતા અને તેના પર લખવામાં આવ્યું હતું કે આજના દિવસની ખાંડ પૂરી. આ તસવીર પરથી એવી ચર્ચા થતી હતી કે સ્મૃતિ ઈરાની કિટો ડાયટ કરે છે. નોંધનીય છે કે કિટો ડાયટમાં વ્યક્તિએ હાઈ ફેટ તથા લૉ-કાર્બ લેવાના હોય છે. કિટો ડાયટમાં ચીઝ, ક્રીમ, બટર તથા ઘી લેવાનું હોય છે.