લગ્નની અટકળો:જાન્યુઆરીમાં જ લગ્ન કરવાના છે વરુણ ધવન- નતાશા દલાલ, અલીબાગમાં હોટલ બુક કરી, માત્ર 200 મહેમાન જ સામેલ થશે

એક વર્ષ પહેલા

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે તે બંને આ મહિને અલીબાગમાં લગ્ન કરવાના છે. આ પંજાબી લગ્ન માટે ફેમિલીએ એક ફાઈવ સ્ટાર હોટલ બુક કરી છે અને માત્ર 200 ખાસ મહેમાન જ બોલાવવામાં આવ્યા છે. વરુણ- નતાશા ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કરવાના હતા પણ કોરોના વાઇરસ લોકડાઉનને કારણે આ લગ્ન પોસ્ટપોન થઇ ગયા હતા.

2019થી તૈયારીઓ ચાલી રહી હતી
2018માં પોતાની બાળપણની મિત્ર નતાશા સાથે રિલેશનશિપને ઓફિશિયલ કરી ચૂકેલા વરુણે બે વર્ષ પહેલાં જ લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. પિન્કવીલાના સમાચાર મુજબ ધવન હાલમાં જ અલીબાગમાં એક ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવીને આવ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વરુણે કહ્યું હતું કે બની શકે છે કે આ વર્ષે અથવા જેટલું જલ્દી બની શકે અમે લગ્ન કરી લઈશું.

નતાશાએ પહેલું કરવા ચોથનું વ્રત રાખ્યું હતું
ગયા વર્ષે નવેમ્બરમાં નતાશા દલાલે પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખીને બધાને ચોંકાવી દીધા હતા. તે પોતાની સાસુ કરુણા સાથે કરવા ચોથ સેલિબ્રેશનમાં પહોંચી હતી. તે લાલ ડ્રેસમાં સુનિતા કપૂરના ઘરે યોજાયેલા સેલિબ્રેશનમાં સામેલ થઇ હતી.

વરુણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ 'કૂલી નંબર 1' એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે. તેમાં સારા અલી ખાન પણ હતી. તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં 'જુગ જુગ જિયો', પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની બાયોપિક 'ઈક્કીસ' પણ સામેલ છે. 'ઈક્કીસ' ફિલ્મને 'બદલાપુર' ફેમ શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરી રહ્યા છે.