તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોસ્તાના 2 કાસ્ટિંગ:ટ્રેડ પંડિતોનો દાવો-અક્ષય કુમાર કાર્તિક આર્યનની જગ્યા લેશે, પણ સિનેમા જાણકારોને નવાઈ લાગી

3 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

‘દોસ્તાના 2’ના કાસ્ટિંગ મામલે ઇન્ડસ્ટ્રી સાથે સિનેમા લવર્સનું ધ્યાન પણ છે. દરેક જાણવા માગે છે કે કાર્તિક આર્યનને રિપ્લેસ કોણ કરશે? હવે ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે કે, કાર્તિક આર્યનની જગ્યા અક્ષય કુમાર લેશે. અક્ષય અને કરણ જોહર જૂનાં મિત્રો છે. થોડા સમય પહેલાં અક્ષય કુમારે કરણ જોહર બેનર હેઠળ ગુડ ન્યૂઝ ફિલ્મ કરી હતી. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. હવે જ્યારે દોસ્તાના 2ને લઈને ક્રાઈસિસની સિચ્યુએશન ઊભી થઇ છે અક્ષય કુમાર તેની મિત્રતા નિભાવી શકે છે. કાર્તિકને જગ્યાએ આવવા માટે તે રાજી થઇ ગયો છે.

અક્ષયનો રોલ શું હશે? જો કે, સિનેમાના જાણકાર આ કાસ્ટિંગને અજીબોગરીબ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે, જાહન્વી કપૂરની સાથે અક્ષય કુમાર રોમેન્ટિક પેરવાળો રોલ નહિ કરે. ન્યૂઝ એવા મળ્યા છે કે જાહન્વી અને અક્ષય કુમાર ભાઈ-બહેનના રોલમાં હશે. આ પ્લોટ સાંભળવામાં થોડો અલગ લાગે છે. આથી અક્ષય કુમાર ઓલરેડી રક્ષાબંધન કરી રહ્યો છે. તેમાં પણ થીમ રક્ષાબંધન અને ભાઈ-બહેનની છે. તેવામાં વધુ એક ફિલ્મમાં તે ભાઈ-બહેનનો પ્લોટ કરવી રીતે કરશે? બે ફિલ્મમાં એક જ જેવી થીમ કેવી રીતે હોય શકે?

નાની ઉંમરની એક્ટ્રેસ સાથે ઓનસ્ક્રીન રોલ બોન્ડિંગ ચેન્જ હવે જોવાનું રહેશે કે કરણ જોહર અને અક્ષય કુમાર તરફથી કેવી સરપ્રાઈઝ આવશે? હાલ ધર્મા પ્રોડક્શનના અધિકારીઓ પણ આ વિશે કઈ જણાવી રહ્યા નથી. તેમની પાસે અક્ષયની ફિલ્મની જાણકારી નથી. અક્ષયના નજીકના લોકોએ જણાવ્યું કે, અતરંગી રેમાં સારા અલી ખાન સાથે લવ ઇન્ટરેસ્ટ નથી. તે સારાના પિતાના રોલમાં છે. અક્ષય તે એજની એક્ટ્રેસ સાથે આવા પ્રકારની જ ફિલ્મ કરવા પ્રિફર કરે છે. અક્ષય પાસે ઘણા બધા કમિટમેન્ટ છે એક્ટર સાયન્સ ફિક્શન ફિલ્મ પણ કરશે. ‘મિશન લાયન’ આવતા વર્ષે શરુ કરશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ આ વિશે એક્સક્લુઝિવ જાણકારી શેર કરી છે. તેમણે કહ્યું, આ વર્ષે તો અક્ષય સરની ઘણી બધી કમિટમેન્ટ છે. અમે આવતા વર્ષથી કામ શરુ કરીશું. આ ફિલ્મ સાયન્સ ફિક્શન ઝોનરની નથી પણ એક ઈમોશનલ ડ્રામા છે. અમુક પાર્ટમાં સાયન્સ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો ડબલ રોલ પણ નથી. ફિલ્મની સ્ટોરી પણ કરંટ ટાઈમમાં સેટ છે. હાલમાં જ સ્ક્રીનપ્લે અને સ્ટોરી કમ્પ્લીટ કરી છે. છ મહિનામાં પ્રિપ્રોડક્શન શરુ થશે.