પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ રાજ કુંદ્રાની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટે આજે (10 ઓગસ્ટ) સુનાવણી કરી હતી. હવે 20 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં 27 જુલાઈ સુધી રાજને પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. રાજની આજે જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ હતી. રાજ કુંદ્રાની સાથે તેના સાથે રાયન થોરપેની પણ જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી.
કોર્ટે જામીન અરજી પર મુંબઈ પોલીસ પાસે પણ જવાબ માગ્યો છે. પોલીસના આ જવાબને આધારે કોર્ટ પોતાનો નિર્ણય લેશે. સૂત્રોના મતે, ક્રાઇમ બ્રાંચના વકીલ કુંદ્રાની જામીન અરજીનો વિરોધ કરશે. કુંદ્રા માટે એક્ટ્રેસ શર્લિન ચોપરાનું નિવેદન મુશ્કેલીરૂપ બની શકે છે.
એકવાર પહેલાં પણ જામીન અરજી નકારાઈ છે
આ પહેલાં 28 જુલાઈના રોજ કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી નકારી કાઢી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા વિરુદ્ધ નક્કર પુરાવા છે અને ક્રાઇમ બ્રાંચને રાજ કુંદ્રાની ઓફિસમાંથી 68 એડલ્ટ વીડિયો જપ્ત કર્યા હતા.
શર્લિન ચોપરાએ એપ્રિલમાં ફરિયાદ કરી હતી
શર્લિન ચોપરા આ કેસમાં મહત્ત્વની સાક્ષી સાબિત થઈ શકે છે. રાજ કુંદ્રાની ધરપકડ પહેલાં શર્લિન ચોપરાએ એપ્રિલ મહિનામાં રાજ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. શર્લિન ચોપરાની હાલમાં જ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન શર્લિને પોતાની વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી, અકાઉન્ટની માહિતી તથા રાજ કુંદ્રાની કંપની સાથે થયેલા કોન્ટ્રાક્ટની કોપી પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.