ન જોયેલી તસવીરો:બપ્પી લાહિરી અંતિમ સમયમાં બાળપણ અને યુવાનીના દિવસોને યાદ કરતા હતા, તસવીરોમાં જુઓ સમય સાથે કેટલા બદલાઈ ગયા સિંગર

8 મહિનો પહેલા

આખા દેશમાં પોતાના શ્રેષ્ઠ ગીતોથી બધાને ડાન્સ કરાવવા પર મબજૂર કરનારા દિગ્ગજ સિંગર બપ્પી લાહિરીનું નિધન થઈ ગયું છે. 69 વર્ષના સિંગરે લાંબી બીમારી પછી મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા છે. સિંગર ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના સદાબહાર ગીતો હંમેશાં લોકોના મનમાં રહેશે. સિંગર પોતાના અંતિમ દિવસોમા બાળપણ અને યુવાનીના દિવસોને યાદ કરીને તસવીર શેર કરતા હતા. જુઓ ડિસ્કો કિંગની ન જોયેલી તસવીરો-

બપ્પીદાનો જન્મ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા અપરેશન અને બાંસુરી બંને બંગાળી સિંગર અને મ્યુઝિશિયન હતા. વર્ષ 2019માં સિંગરે પોતાના પેરેન્ટ્ને યાદ કરતા એક તસવીર શરે કરી હતી, જેમાં નાનો બપ્પી માતાપિતા સાથે પોઝ આપી રહ્યો છે.

બપ્પીદાએ માત્ર 3 વર્ષની ઉંમરમાં તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું

બપ્પી લાહિરી બાળપણથી જ લતા મંગેશકરને પોતાની પ્રેરણા માનતા હતા. બપ્પીએ ગયા વર્ષે લતા મંગેશકરને તેમના જન્મદિવસ પર માતા તરીકે સંબોધિત કર્યા હતા. આ તસવીર ત્યારની છે જ્યારે બપ્પી માત્ર 3 વર્ષનો હતો.

બપ્પી લાહિરીએ ફિલ્મ શરાબી માટે કમ્પોઝિશન કર્યું હતું. આ ફિલ્મના ગીત જ્હાં ચાય યાર મિલ જાયેં ને કિશોર કુમાર અને અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. આ ગીતના રેકોર્ડિંગની તસવીર બપ્પીદાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

આ તસવીર વર્ષ 1976ની ફિલ્મ ચલતે-ચલતેનું રેકોર્ડિંગ કર્યું છે, જેના તમામ ગીતો બપ્પીદાએ કમ્પોઝ કર્યા હતા. તસવીરમાં બપ્પીદાની સાથે લિરિસિસ્ટ અમિત ખન્ના, ડાયરેક્ટર સુંદર દર, સિંગર કિશોર કુમાર, યશ કોહલી અને પ્રોડ્યુસર વિશાલ આનંદ જોવા મળી રહ્યા છે.

આ તસવીર બપ્પી લાહિરીના ઘરમાં એક પાર્ટીની છે જેમાં તેઓ અમરીશ પુરી, અમરીશ પુરીની પત્ની અને પોતાની પત્ની ચિત્રાની સાથે જોવા મળી રહ્યા છે. તે સાથે સિંગરે લખ્યું હતું, અમરીશ વગર મારા ઘરનું દરેક સેલિબ્રેશન અધૂરું લાગે છે.

ઘણા ઓછા લોકોને જ ખબર છે કે બપ્પી દા ફિલ્મોમાં એક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. બપ્પીદાની પહેલી ફિલ્મ બઢતી કા નામ દાઢી હૈ, જેને કિશોર કુમારે નિર્દેશિત અને પ્રોડ્યુસ કરી હતી. આ તસવીરમાં બપ્પીદાની સાથે કિશોર કુમાર અને અમિત કુમાર જોવા મળી રહ્યા છે.

બપ્પી લાહિરીએ ચિત્રાની સાથે લગ્ન કર્યા હતા. બપ્પી સિવાય ચિત્રાનીને પણ સોનાનો ઘણો શોખ છે.

તસવીરમાં બપ્પીદાની સાથે સિંગર આશા ભોંસલે, કિશોર કુમાર અને લિરિસિસ્ટ અનજાન જોવા મળી રહ્યા છે.

ડિસેમ્બર 2021માં બપ્પીદાએ શ્રીદેવીની સાથે એક જૂનો ફોટો શેર કર્યો હતો. તેની સાથે તેમને શ્રીદેવીને પોતાની ફેવરિટ અભિનેત્રી ગણાવી હતી.