તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા બજેટમાં બનેલી મિર્ઝાપુર 2:વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ની બીજી સીઝનનું બજેટ પહેલી સીઝનની સરખામણીએ 5 ગણું હતું, ઘણા એક્ટર્સને બમણી ફી મળી

એક મહિનો પહેલા

પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને શ્વેતા ત્રિપાઠી સ્ટારર 'મિર્ઝાપુર' વેબ સિરીઝની બીજી સીઝન રિલીઝ થઇ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ આ સીઝન માટે મેકર્સે અગાઉની સીઝન કરતાં 5 ગણા રૂપિયા ખર્ચ કર્યા છે. માહિતી છે કે પહેલી સીઝન 12 કરોડના બજેટમાં બની હતી જ્યારે બીજી સીઝનનું બજેટ 60 કરોડ રૂપિયા રહ્યું.

એક્ટર્સને બમણી ફી મળી
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, અગાઉની સીઝનની સરખામણીએ આ સીઝનમાં લીડ રોલ પ્લે કરનારા એક્ટર્સ પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ) અને દિવ્યેન્દુ શર્મા (મુન્ના)ને બમણી ફી આપવામાં આવી છે. તેનું કારણ તેમની પોપ્યુલારિટી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ મોટા બજેટની એક્શન ફિલ્મોના હીરો કરતાં પણ વધુ ફેમસ છે.'

ત્રીજી સીઝન પણ પાઈપલાઈનમાં
કરણ અંશુમન અને ગુરમીત સિંહના ડિરેક્શનમાં બનેલી 'મિર્ઝાપુર 2' રિલીઝ થઇ સાથે જ 'મિર્ઝાપુર 3' બનવાના સમાચાર પણ આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી સીઝનનું બજેટ બીજી સીઝનની સરખામણીમાં 30% વધુ એટલે કે અંદાજે 75-80 કરોડ રૂપિયા હશે. જોકે, હજુ આની ઓફિશિયલ પુષ્ટિ થવાની બાકી છે.

પંકજ સિરીઝને લઈને ઉત્સાહિત
એક વાતચીતમાં કાલીન ભૈયાનો રોલ પ્લે કરનારા પંકજ ત્રિપાઠીએ કહ્યું, 'મિર્ઝાપુરની આગામી સીઝનની ઉત્સુકતા અને ઉત્સાહ બધી વસ્તુથી ઉપર છે. હું જ્યાં પણ જાઉં છું, લોકો મને મિર્ઝાપુરના રોલ કાલીન ભૈયાના નામથી બોલાવે છે. મેં મારા અત્યારસુધીના કોઈપણ રોલ માટે આ પ્રકારની જિજ્ઞાસા નથી જોયી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો