તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્શન:પોપ્યુલર કોરિયન બેન્ડ ગ્રુપ 'BTS'ના સોન્ગ 'ડાયનામાઈટ'ના કોસ્ચ્યુમ 1.18 કરોડ રૂપિયામાં વેચાયા

એક મહિનો પહેલા

'મ્યુઝિકેર્સ અને જુલિયન' ચેરિટી રિલીફ ઓક્શનમાં બેન્ડ ગ્રુપ 'BTS'ના સોન્ગ 'ડાયનામાઈટ'ના કોસ્ચ્યુમ 1.18 કરોડ રૂપિયા (162500 ડોલર)માં વેચાયા છે. આ કોસ્ચ્યુમ પોપ્યુલર કોરિયન બેન્ડ ગ્રુપ 'BTS'એ ગ્રેમી મ્યુઝિયમને ડોનેટ કર્યા હતા. 31 જાન્યુઆરીના રોજ હરાજી થયેલા આ કોસ્ચ્યુમ, હાલ મ્યુઝિયમમાં વેચાનાર સૌથી મોંઘી આઈટમ હતી. આ વાતની જાણકારી જુલિયન ઓક્શનના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આપવામાં આવી.

જુલિયન ઓક્શને પોસ્ટ શેર કરી લખ્યું, 'મેગા હિટ સોન્ગ 'ડાયનામાઈટ'માં 'BTS'એ જે કોસ્ચ્યુમ પહેર્યા હતા. આ કોસ્ચ્યુમ ગ્રેમી નોમિનેટેડ 'BTS' ગ્રુપે મ્યુઝિયમને ડોનેટ કરી હતી. હવે આ કોસ્ચ્યુમની હરાજી ચેરિટી રિલીફ ઓક્શનમાં 1.18 કરોડ રૂપિયામાં થઇ છે.' હરાજીમાં મળેલી રકમ 'મ્યુઝિકેર્સ' ફાઉન્ડેશનને આપવામાં આવશે, જે મ્યુઝિક પ્રોફેશનલ્સની હેલ્પ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, જાપાનના આર્ટ કલેક્ટર યુસાકુ મેજવા અને યુટ્યુબર હિકાકિને આ કોસ્ચ્યુમ ખરીદ્યા છે.

'ગ્રેમી અવોર્ડ્સ 2021' માટે BTS નોમિનેટ થયું
આ કોસ્ચ્યુમ બેન્ડે 2020માં રિલીઝ થયેલા તેમના પહેલા ઇંગ્લિશ સોન્ગ 'ડાયનામાઈટ'માં પહેર્યા હતા. આ મ્યુઝિક વીડિયો દુનિયાભરમાં ઘણો પોપ્યુલર થયો અને USમાં નંબર 1 પર રહ્યો છે. ડાયનામાઈટ સોન્ગે યુટ્યુબ પર એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સોન્ગ યુટ્યુબના ઇતિહાસમાં 24 કલાકમાં સૌથી વધુ 100 મિલિયન વ્યૂ વાળો પહેલો મ્યુઝિક વીડિયો પણ બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો