તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટરની મૂંઝવણ:બને એટલી ઝડપથી રાહુલ રોય કામ પર પરત ફરવા ઈચ્છે છે, જીજુ રોમીરે જણાવ્યું કે સ્પીચ ક્લીઅર કરવાની થેરાપી ચાલી રહી છે

22 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
 • કૉપી લિંક

ગયા વર્ષે બ્રેન સ્ટ્રોકનો સામનો કરી ચૂકેલા એક્ટર રાહુલ રોયની તબિયત હવે સુધરી રહી છે. 9 ફેબ્રુઆરીના રોજ તેમના 55મા જન્મદિવસ પર તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જ્યાં તે ફેન્સને પોતાના વિશે વાત કરતા દેખાયા હતા. રાહુલના જીજુ રોમીર સેનના જણાવ્યા અનુસાર રાહુલે જન્મદિવસ પર બધા કોલ અટેન્ડ કર્યા અને થોડીક વાર વાત પણ કરી.

બર્થડે પર ખુદ અટેન્ડ કર્યા ફોન કોલ્સ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રોમીરે કહ્યું, 'રાહુલ હવે ઠીક થઇ રહ્યા છે. થોડું તો થોડું પણ તે બોલવાની ટ્રાય કરી રહ્યા છે. તેમની તબિયત ઘણી સુધરી છે. જન્મદિવસે ઘણા લોકોએ તેમને ફોન કર્યા અને સૌથી સારી વાત એ હતી કે તે બધા કોલ્સના જવાબ આપી રહ્યા હતા. અમુક સેકન્ડ માટે વાત કરતા અને મને ફોન આપી દેતા. તે સ્વસ્થ થવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા છે. તે બને એટલી ઝડપથી તેમની સ્પીચ ક્લીઅર કરવા માગે છે અને કામ પર પરત ફરવા ઈચ્છે છે.'

બહેન પ્રિયંકા ડાયટ અને થેરાપીનું ધ્યાન રાખે છે
રોમીરે આગળ જણાવ્યું કે, 'પ્રિયંકા મોટાભાગે તેમનું ધ્યાન રાખે છે. તે તેમની સ્પીચ થેરાપી કરાવે છે. હું મોટેભાગે તેમની સાથે ફિઝિકલ એક્સરસાઈઝમાં મદદ કરું છું. ડાયટનું ધ્યાન પણ પ્રિયંકા જ રાખે છે. રાહુલના દિવસની શરૂઆત યોગથી થાય છે અને તે અંદાજે રોજ 5 કિલોમીટર ચાલે છે. આ ઉંમરમાં પણ તે જે રીતનું સાહસ બતાવી રહ્યા છે, તે ખરેખર વખાણવા લાયક છે. અમે બધા પ્રાર્થના કરી રહ્યા છીએ કે તે જલ્દી સાજા થઇ જાય.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો