'સ્પાઇડર મેન' છ વર્ષના બાળકનો ફૅન થયો:બ્રિજર વૉકરે બહેનનો જીવ બચાવ્યો હતો, સુપરહીરોએ મળવા બોલાવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

6 વર્ષના બ્રિજર વૉકરે ફિલ્મના સુપર હીરો ટોમ હોલેન્ડ સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે જુલાઈમાં બ્રિજરે બહાદુરીથી પોતાની બહેનનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તેની ચર્ચા ઇન્ટરનેટ પર થવા લાગી હતી. ટોમ હોલેન્ડે બ્રિજરને મળવાનું વચન આપ્યું હતું. જુલાઈમાં બ્રિજરે પોતાની બહેનને કૂતરાઓના હુમલાથી બચાવ્યો હતો. આ હુમલામાં બ્રિજર પણ ઘાયલ થઈ ગયો હતો. બ્રિજરની બહાદુરી પર ટોમ હોલેન્ડ ફિદા થઈ ગયો હતો.

ટોમે બાળકને સ્ટાર જેવું ફીલ કરાવ્યું
બ્રિજરના પિતા રોબર્ટે ટોમ તથા બ્રિજરની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે હું પહેલી વાર સેટ પર ગયો ત્યારે થોડો ડરેલો હતો. આ સપના જેવું લાગતું હતું, પરંતુ આ મુલાકાત બધાથી અલગ હતી. ટોમ, ઝેન્ડયા, હેરી તથા તમામ કલાકારો અને ક્રૂએ અમારા બાળકોને સ્ટાર્સ જેવું ફીલ કરાવ્યું. તે માત્ર મિત્રોનો રોલ પ્લે નથી કરતો, પરંતુ વાસ્તવમાં ટોમ પોતાની લાઇફમાં પણ એવો જ છે.

'સ્પાઇડર મેનઃ નો વે હોમ'એ ભારતમાં રેકોર્ડ તોડ્યો
માર્વલ સ્ટૂડિયાની લોકપ્રિય સિરીઝ 'સ્પાઇડર મેન'નો ત્રીજો પાર્ટ 'સ્પાઇડરમેનઃ નો વે હોમન 16 ડિસેમ્બરે રિલીઝ થયો છે. ભારતમાં આ ફિલ્મ દુનિયાના અન્ય દેશ કરતાં એક દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. ભારતમાં આ ફિલ્મ 2021ની અત્યારસુધીની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે પહેલા દિવસે 32.67 કરોડની કમાણી કરી છે. 'સ્પાઇડર મેનઃ નો વે હોમ'એ આ વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ને પાછળ મૂકી દીધી છે. 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ સીઝનમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 26.50 કરોડની કમાણી કરી હતી.