બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. રણબીરે શિવાનો તથા આલિયાએ ઈશાનો રોલ ભજવ્યો છે. રણબીર પાસે એક શક્તિ છે અને તે આ શક્તિથી દુનિયાને ખરાબ શક્તિઓથી બચાવી શકે છે. ફિલ્મમાં VFX જબરજસ્ત છે. રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય પણ છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.
શું છે ટ્રેલરમાં?
2 મિનિટને 51 સેકન્ડના આ ટ્રેલરમાં અનેક સીન્સ રૂંવાડા ઊભા કરી દે તેવા છે. ટ્રેલરની શરૂઆત અમિતાભ બચ્ચનના વોઇસઓવર સાથે છે. તે કહે છે, 'જલ, વાયુ, અગ્નિ...પ્રાચીન કાલ સે હમારે બીચ કુછ ઐસી શક્તિયાં હૈ, જો અસ્ત્રો સે ભરી હુઈ હૈ. યે કહાની હૈ, ઇન સારે અસ્ત્રો કે દેવતા કી 'બ્રહ્માસ્ત્ર' ઔર એક ઐસે નૌવજાન કી જો ઇસ બાત સે અનજાન હૈ કિ વો બ્રહ્માસ્ત્ર કી કિસ્મત કા સિકંદર હૈ.'
અસ્ત્રોના દેવતાઓની લડાઈ અને રણબીર-આલિયાની કેમિસ્ટ્રી
ટ્રેલરમાં ફેન્ટેસી સીન ઘણાં જ સારા છે અને તે હોલિવૂડને ટક્કર આપે છે. ચાહકોએ પણ આ સીન્સના વખાણ કર્યાં છે. રણબીર-આલિયાની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી છે. મૌની રોયના પાત્રનું નામ જુનૂન છે અને તે નેગેટિવ રોલમાં છે.
શાહરુખ ખાન સાયન્ટિસ્ટ?
અયાન મુખર્જીની આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ચર્ચા છે કે ફિલ્મમાં શાહરુખ ખાને કેમિયો કર્યો છે. તે વૈજ્ઞાનિકના રોલમાં છે. જોકે, ટ્રેલરમાં તેની એક પણ ઝલક જોવા મળી નથી.
સો.મીડિયામાં ચાહકોનું રિએક્શન
2014માં જાહેરાત કરવામાં આવી હતી
આ ફિલ્મની જાહેરાત 2014માં કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ કોઈકને કોઈ કારણોસર ડિલે થઈ હતી. આઠ વર્ષ બાદ આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થશે. ફિલ્મ હિંદી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.