રણબીર-આલિયા મહાકાલનાં દર્શન ના કરી શક્યાં:હિંદુ સંગઠનોએ કાળા વાવટા ફરકાવ્યા, એક્ટરના 11 વર્ષ જૂના બીફ અંગેના નિવેદનનો વિરોધ થતાં હોબાળો થયો

ઉજ્જૈન3 મહિનો પહેલા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ ગઈકાલે, એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન આવ્યાં હતાં. જોકે હિંદુ સંગઠનોના વિરોધને કારણે તેઓ દર્શન કર્યાં વગર જ પરત ફર્યાં હતાં. અલબત્ત, તેમની સાથે આવેલા ડિરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન તથા પૂજા કરી હતી. હિંદુ સંગઠને કાળા ઝંડા બતાવ્યા હતા.

માત્ર અયાને પૂજા કરી
'બ્રહ્માસ્ત્ર' માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા અયાન મુખર્જી ઉજ્જૈન આશીર્વાદ લેવા આવ્યાં હતાં, પરંતુ મંદિરમાં વિરોધ તથા હોબાળો થવાના સમાચાર મળ્યા, એટલે તેઓ પરત ફર્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં ઉજ્જૈનના કલેક્ટર આશિષસિંહનો ફોન આવ્યો હતો. આશિષસિંહ તથા અયાન મુખર્જી મિત્રો છે. ત્રણેય ઉજ્જૈન કલેક્ટર બંગલે ગયા હતા. હોબાળો શાંત થયા બાદ માત્ર ડિરેક્ટર અયાને મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. આલિયા પ્રેગ્નન્ટ હોવાથી તેને ધક્કો વાગી જાય એવા ડરથી તે મંદિરે ના ગઈ અને પછી રણબીર પણ ના ગયો.

અયાને મંદિરમાં પૂજા કરી હતી.
અયાને મંદિરમાં પૂજા કરી હતી.
મંદિરની બહાર હિંદુ સંગઠનો બેનર ને કાળા વાવટા સાથે આવ્યાં હતાં
મંદિરની બહાર હિંદુ સંગઠનો બેનર ને કાળા વાવટા સાથે આવ્યાં હતાં

પોલીસનો હળવો લાઠીચાર્જ
રણબીર-આલિયા મંદિરે આવવાનાં છે એવા સમાચાર મળતાં જ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ મંદિરની બહાર કાળા ઝંડા સાથે ભેગા થઈ ગયા હતા. જોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓને ભગાડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે રણબીરે ભૂતકાળમાં કહ્યું હતું કે તેને બીફ (ગોમાંસ) પસંદ છે, આથી બીફ ખાતા લોકોને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપી શકાય?

એરપોર્ટ પર આલિયા-રણબીર તથા અયાન.
એરપોર્ટ પર આલિયા-રણબીર તથા અયાન.

સાંજે ઈન્દોર આવ્યાં હતાં અને પછી ઉજ્જૈન ગયાં હતાં
રણબીર-આલિયા 6 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા છએ ઈન્દોર એરપોર્ટ આવ્યાં હતાં અને અહીંથી ઉજ્જૈન ગયાં હતાં.

11 વર્ષ પહેલાંનો વીડિયો વાઇરલ થયો
'બ્રહ્માસ્ત્ર' રિલીઝ પહેલાં રણબીરનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક્ટરે કહ્યું હતું કે તેને બીફ પસંદ છે. આ ઇન્ટરવ્યુ રણબીરે 2011માં આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને મટન, પાયા, બીફ, રેડ મીટ પસંદ છે. તેને બીફ ઘણું જ ભાવે છે.' જોકે એવો દાવો કરવામાં આવે છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

અનિલ કુંબલે
અનિલ કુંબલે

2 દિવસ પહેલાં અનિલ કુંબલેએ દર્શન કર્યાં
પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અનિલ કુંબલે ચાર સપ્ટેમ્બરના રોજ મહાકાલ આવ્યો હતો. અહીં તેણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.

સારા અલી ખાન.
સારા અલી ખાન.

આ સેલેબ્સે દર્શન કર્યાં છે
સારા અલી ખાન, અમૃતા સિંહ, કંગના રનૌત, ગોવિંદા-સુનીતા, પ્રીટિ ઝિન્ટા ભૂતકાળમાં મહાકાલનાં દર્શને આવી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...