તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે:આમિરની દીકરી ઈરા ખાનને બોયફ્રેન્ડ નુપુર શિખરેએ સ્પેશિયલ ગિફ્ટ આપી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનની દીકરી ઈરાએ પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. ઈરાએ સો.મીડિયામાં સેલિબ્રેશનની તસવીરો પણ શૅર કરી હતી. ઈરાએ એક તસવીરમાં કહ્યું હતું કે નુપુરે તેને પેપરમાંથી ગુલાબ બનાવીને ગિફ્ટ કર્યા હતા. તો નુપુર શિખરેએ પણ સો.મીડિયામાં ઈરા સાથેની તસવીરો શૅર કરીને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી.

હાલમાં જ ઈરાએ નપુર સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા
ઈરાએ વેલેન્ટાઈન વીકના પ્રોમિસ ડે પર નુપુર સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. ઈરાએ પ્રેમી સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'તારી સાથે અને તારા માટે પ્રોમિસ કરવું એક સન્માન છે.'

નુપુરે કમેન્ટમાં કહ્યું હતું, આઈ લવ યુ
ઈરાએ આ પોસ્ટમાં ઘણાં હેશટૅગનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેણે નુપુરને વેલેન્ટાઈન તથા ડ્રીમ બોય કહ્યો હતો. આ પોસ્ટ પર નુપુરે રેડ હાર્ટ ઈમોજી શૅર કરીને આઈ લવ યુ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે નુપુર, આમિર ખાનનો ફિટનેસ કોચ છે. નુપુર તથા ઈરા છેલ્લાં 9 મહિનાથી એકબીજાને ડેટ કરે છે.

ઈરા તથા નુપુર એક્ટર આમિર ખાનના ફાર્મહાઉસમાં વેકેશન મનાવવા પણ ગયા હતા. ઈરાએ પોતાની માતા રીના દત્તા સાથે નુપુરની મુલાકાત કરાવી હતી. માનવામાં આવે છે કે તેઓ આ સંબંધ અંગે ઘણાં જ ગંભીર છે.

2019માં બ્રેકઅપ થયું હતું
નુપુર પહેલાં ઈરા મ્યૂઝિક કમ્પોઝર મિશાલ કૃપલાની સાથે રિલેશનશિપમાં હતી. બંનેની રોમેન્ટિક તસવીરો સોશિય મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ હતી. જોકે, ડિસેમ્બર, 2019માં બંનેનું બ્રેકઅપ થયું હતું.

23 વર્ષીય ઈરાએ ગયા વર્ષે 'યુરિપાઈડ્સ મેડિયા' નામના નાટકથી થિયેટર ડેબ્યૂ કર્યું હતું. ઈરાએ આ નાટકને ડિરેક્ટ કર્યું હતું. આ નાટકથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો