કંગના રનૌતના આમિર ખાન પર આક્ષેપો:કહ્યું, 'લાલ સિંહ ચઢ્ઢા'ને બોયકૉટ કરવા પાછળ માસ્ટર માઇન્ડ આમિર ખાનનો હાથ છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાન હાલમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને કારણે ચર્ચામાં છે. સો.મીડિયામાં આ ફિલ્મને બોયકૉટ કરવાની માગણી થઈ હતી અને આમિર ખાને કહ્યું હતું કે તે ભારતને પ્રેમ કરે છે. તેણે વિનંતી કરી હતી કે દર્શકો ફિલ્મને બોયકૉટ ના કરે. હવે કંગના રનૌતે આ અંગે કંઈક અલગ જ વાત કરી છે. કંગનાએ દાવો કર્યો હતો કે આ ફિલ્મને બોયકૉટ કરવા પાછળનો માસ્ટર માઇન્ડ આમિર જ છે.

નેગેટિવ વાતો આમિરે શરૂ કરી હતી
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મને લાગે છે કે અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અંગે જેટલી પણ નેગેટિવ વાતો થઈ રહી છે, તેનો માસ્ટર માઇન્ડ આમિર ખાન જ છે. આમિરે જ આ બધુ શરૂ કરાવ્યું છે. આ વર્ષે એક કોમેડી ફિલ્મની સીક્વલ સિવાય એક પણ ફિલ્મ હિટ ગઈ નથી.'

હોલિવૂડ રીમેક સારું પર્ફોર્મ કરતી નથી
કંગનાએ વધુમાં કહ્યું હતું, 'ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી માત્ર સાઉથ ઇન્ડિયન ફિલ્મ સારું પર્ફોર્મ કરી રહી છે અથવા તો જે ફિલ્મમાં લોકલ ફ્લેવર છે તે. એક હોલિવૂડ રીમેક ફિલ્મ આમ પણ સારું પર્ફોર્મ કરતી નથી. જો તે ભારતને ઇન્ટોલેરેન્ટ કહેશે તો હિંદી ફિલ્મમેકર્સે ઓડિયન્સનો ટેસ્ટ સમજવાની જરૂર છે.'

આ હિંદુ કે મુસ્લિમ હોવા અંગે નથી કંગનાએ આગળ કહ્યું હતું, 'આ હિંદુ કે મુસ્લિમ હોવા અંગે નથી. આમિર ખાનજીએ હિંદુફોબિક ફિલ્મ 'પીકે' બનાવી અને ભારતને ઇન્ટોલેરેન્ટ દેશ કહ્યો ને પોતાની લાઇફની સૌથી મોટી હિટ ફિલ્મ આપી. પ્લીઝ આ બાબતને ધર્મ કે વિચારધારા સાથે સાંકળવાનું બંધ કરો. આ તેની ખરાબ એક્ટિંગ તથા ખરાબ ફિલ્મથી અલગ વાત છે.'

કંગનાએ કેમ આમિરને ખરું-ખોટું સંભળાવ્યું?
આમિરની આ ત્રણ વાતોને કારણે ફિલ્મને બોયકૉટ કરવાની માગણી ઊઠી છે.

1. ઇન્ટોલરેન્સ પર કહ્યું હતું, દેશમાં ડર લાગે છે
આમિરે થોડાં વર્ષ પહેલાં દેશમાં વધતા ઇન્ટરોલરેન્સ પર કહ્યું હતું કે તેને પોતાના બાળકો અંગે પહેલી જ વાર ડર લાગે છે, કારણ કે દેશનો માહોલ ખરાબ છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે પત્ની કિરણે તેને સવાલ કર્યો હતો કે ભારત દેશ આપણે છોડી દેવો જોઈએ? કિરણ પોતાના બાળકની સલામતી અંગે ડરી ગઈ છે.

2. 'પીકે' ફિલ્મમાં ભગવાનનું અપમાન કર્યું હતું
આમિરની ફિલ્મ 'પીકે' અંગે પણ ચાહકોમાં રોષ છે. ચાહકોએ કહ્યું હતું કે ફિલ્મમાં આમિરે કેવી રીતે હિંદુ ધર્મનું અપમાન કર્યું હતું.

3. અભિષેક કરવા અંગે નિવેદન
આમિરે પોતાના શો 'સત્યમેવ જયતે'માં કહ્યું હતું કે શિવલિંગ પર 20 રૂપિયાનું દૂધ ચઢાવવાને બદલે કોઈ બાળકને ભોજન કરાવવું સારું રહેશે. આ અંગે ઘણો જ વિવાદ થયો હતો. હવે સો.મીડિયા યુઝર્સ કહી રહ્યા છે 'લાલ સિંહ ચઢ્ઢા' જોવામાં પૈસા બરબાદ કરવાને બદલે કોઈ ગરીબ બાળકને ભોજન કરાવવું સારું.