તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

NCBની રડાર પર સુશાંતનું ફાર્મહાઉસ:બોટમેનનો દાવો- સુશાંત પાવના આઈલેન્ડ પર સારા અલી ખાન, રિયા ચક્રવર્તીની સાથે પાર્ટી કરતો હતો, પાર્ટીમાં ગાંજા-શરાબનો ભરપૂર ઉપયોગ થતો

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતનું પાવના ફાર્મહાઉસ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની રડાર પર છે. NCBને આશંકા છે કે આ ફાર્મહાઉસમાં ડ્રગ પાર્ટી થતી હતી. NCBએ થોડાં દિવસ પહેલા જ પાવના આઈલેન્ડમાં કામ કરતા બોટમેન જગદીશ દાસની પૂછપરછ કરી હતી અને નવી વાતો સામે આવી હતી.

જગદીશે કહ્યું હતું કે આ સુંદર લોકેશન સુશાંત તથા તેના નિકટના સાથીઓ માટે પાર્ટી ડેસ્ટિનેશન હતું. આ આઈલેન્ડ પર આયોજીત થતી પાર્ટીમાં રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, જૈદ વિલાત્રા (ડ્રગ પેડલર, ધરપકડ થઈ ચૂકી છે) અને અન્ય લોકો આવતા હતા.

પાર્ટીમાં ગાંજાનો ઉપયોગ થતો હતો
જગદીશે એમ પણ કહ્યું હતું કે પાર્ટીઓમાં શરાબ તથા ગાંજાનો ભરપૂર ઉપયોગ થતો હતો. સુશાંતના ફાર્મહાઉસના મેનેજર રઈસે પણ ઈન્ડિયા ટુડેની વાતચીતમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર 2018થી રિયા તથા સારા ફાર્મહાઉસમાં અવાર-નવાર આવતા હતા. પાર્ટીઓમાં અનેક વાર સ્મોકિંગ પેપર મગાવવામાં આવ્યા હતા. જોકે, ખ્યાલ નથી કે તેનો ઉપયોગ શેમાં થતો હતો. પહેલા સારી અલી ખાન એક્ટર સુશાંત સાથે આવતી હતી. ત્યારબાદ રિયા આવવા લાગી હતી. સુશાંતના ટીમ મેમ્બર્સ પણ આ પાર્ટીમાં સામેલ થતા હતા.

ગયા વર્ષે જુલાઈમાં રિયાના ભાઈ શોવિકનો જન્મદિવસ પણ ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં રિયાના પેરેન્ટ્સ પણ આવ્યા હતા. પાર્ટીમાં મોંઘા વોડકા ડ્રિંક્સ સર્વ કરવામાં આવ્યા હતા.

સુશાંત લૉકડાઉનમાં ફાર્મહાઉસ આવવા માગતો હતો
રઈસે કહ્યું હતું કે લૉકડાઉન પહેલા સુશાંત બેથી ત્રણવાર ફાર્મહાઉસમાં આવ્યો હતો. લૉકડાઉનનો સમય તે અહીંયા જ પસાર કરવા માગતો હતો પરંતુ પછઈ પ્લાન ચેન્જ થઈ ગયો. એપ્રિલ સુધી ફાર્મહાઉસમાં ફૂડ સપ્લાય તથા અન્ય બાબતોની વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. જોકે, પછી હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાએ ફોન કરીને પ્લાન કેન્સલ થયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સ્ટાફ મેમ્બર દીપેશ સાંવતે કહ્યું હતું કે જમવાનો તમામ સામાન સુશાંતના બાંદ્રા સ્થિત ફ્લેટ પર મોકલાવી દીધો હતો. આ જ ઘરમાં સુશાંત 14 જૂનના રોજ 2020ના મૃત મળી આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો