તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંને વાઈફ સાથે ફિલ્મમાં પણ કામ કર્યું:આમિરની પહેલી પત્ની રીનાએ ‘કયામત સે કયામત તક’માં અને કિરણ રાવે ‘દિલ ચાહતા હૈ’માં મહેમાન ભૂમિકા કરી હતી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
‘કયામત સે કયામત તક’માં રીના દત્તા (ડાબે) અને ‘દિલ ચાહતા હૈ’માં કિરણ રાવ (જમણે) - Divya Bhaskar
‘કયામત સે કયામત તક’માં રીના દત્તા (ડાબે) અને ‘દિલ ચાહતા હૈ’માં કિરણ રાવ (જમણે)
  • આમિરની પ્રથમ પત્ની રીનાએ ‘કયામત સે કયામત તક’માં કેમિયો કર્યો હતો
  • આમિરની સુપર હિટ ફિલ્મ અને કિરણ સાથે મુલાકાત થઈ તે ફિલ્મ એટલે કે ‘લગાન’ની પ્રોડ્યુસર રીના દત્તા હતી

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. 15 વર્ષના લગ્નજીવન પછી બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે. જો કે, તેમના અચાનક છૂટાછેડાનાં નિર્ણયથી દરેકને આંચકો લાગ્યો છે. કપલે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં લખ્યું કે, ‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે.

આમિરની કિરણ સાથે મુલાકાત થઈ તે પહેલાં રીના દત્તા સાથે એક્ટરની લગ્નજીવન 16 વર્ષ સુધી ચાલ્યું. વર્ષ 2002માં આમિર રીનાથી અલગ થયો. પ્રથમ પત્નીથી અલગ થયા પછી આમિરની ઝિંદગીમાં કિરણની એન્ટ્રી થઈ. 'લગાન'ના સેટ પર આમિર પ્રથમવાર કિરણને મળ્યો હતો. જોવાની વાત એ છે કે આ જ ફિલ્મની પ્રોડ્યુસર રીના દત્તા હતી.

'લગાન' ફિલ્મમાં આમિર ખાન
'લગાન' ફિલ્મમાં આમિર ખાન

'લગાન'ના સેટ પર થઈ હતી પહેલી મુલાકાત
એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું હતું કે કિરણ સાથે તેમની પહેલી મુલાકાત ‘લગાન’ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યારે તે એક અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. આમિરે કહ્યું હતું કે એક દિવસ કિરણનો ફોન આવ્યો અને અમારે 30 મિનિટ સુધી વાત થઈ. કિરણ સાથે વાત થયા પછી મને બહુ જ ખુશી થઈ. મારી ખુશીને હું ફીલ કરી શકતો હતો. આ ફોન કોલ પછી મેં કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું. અમે એકબીજાને 1-2 વર્ષ સુધી ડેટ કર્યાં અને સાથે પણ રહ્યાં. પછી મને લાગ્યું કે હું કિરણ વગરના મારા જીવન વિશે વિચારી શકું એમ નથી. તેનામાં સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ મજબૂત મહિલા છે. પછી મેં મારા સંબંધને નામ આપવાનું નક્કી કર્યું અને અમે લગ્ન કરી લીધાં.

‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં ‘પાપા કહેતે હૈ’ સોંગમાં રીના સાથે આમિર ખાન
‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં ‘પાપા કહેતે હૈ’ સોંગમાં રીના સાથે આમિર ખાન

પ્રથમ પત્નીનો કેમિયો ‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં
વર્ષ 1988માં આવેલી કયામત સે કયામત તક ફિલ્મથી આમિરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોવાની વાત એ છે કે આ ફિલ્મમાં રીના દત્તાનો કેમિયો હતો. એ સમયે આમિર અને રીના મેરિડ હતા પણ આ વાત ઘણા ઓછાને ખબર હતી.

‘દિલ ચાહતા હૈ’ ફિલ્મમાં કિરણ રાવ(ડાબી બાજુ)
‘દિલ ચાહતા હૈ’ ફિલ્મમાં કિરણ રાવ(ડાબી બાજુ)

બીજી પત્નીનો કેમિયો ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મમાં
એ પછી આમિરની બીજી પત્ની કિરણ રાવનો કેમિયો પણ એક્ટરની ફિલ્મમાં હતો. વર્ષ 2001માં આવેલી દિલ ચાહતા હૈમાં કિરણ રાવનો નાનકડો રોલ હતો. તે સમયે આમિર અને કિરણ એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...