તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Bombay High Court Said On Media Trial In Sushant Death Case That Media Has Lost Control Over Itself Central Government Should Think About It

સુશાંત ડેથ કેસમાં મીડિયા ટ્રાયલ:ચેનલોના કવરેજ પર બોમ્બે હાઇકોર્ટે કહ્યું, મીડિયાનો ખુદ પરનો કંટ્રોલ નથી રહ્યો, કેન્દ્ર સરકાર આ બાબતે કંઈક વિચારે

8 દિવસ પહેલા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મીડિયા ટ્રાયલ સાથે જોડાયેલી યાચિકા પર આગામી સુનાવણી 19 ઓક્ટોબરે થશે.
  • રિયા ચક્રવર્તી, રકુલપ્રીત સિંહે પોતાના વિરુદ્ધ થયેલા મીડિયા ટ્રાયલ માટે પણ યાચિકા ફાઈલ કરી છે
  • બોલિવૂડ હવે એક થઈને પલટવાર કરીને ચેનલ્સ પર સતત માનહાનીનો કેસ ફાઈલ કરી રહ્યા છે

બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ખુદ પરનો કંટ્રોલ ખતમ થઇ રહ્યો છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે મીડિયા ટ્રાયલની સમસ્યાને કંટ્રોલ કરવા પગલાં લેવા જોઈએ. ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની બેન્ચે આ વાત પર ચિંતા જતાવી કે પ્રિન્ટ મીડિયાની જેમ ઇલેક્ટ્રોનિક મીડિયા પર નિયંત્રણ માટે કોઈ બંધારણીય સંસ્થા કેમ નથી.

પ્રેસ કાઉન્સિલનો હવાલો આપ્યો
બેન્ચે આ વાતો એક PILની સુનાવણી દરમ્યાન કરી. જેમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર થનારા મીડિયા ટ્રાયલને કંટ્રોલ કરવાની માગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ દત્તાના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા અનિલ સિંહે પૂછ્યું- પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ કાઉન્સિલ છે. સિનેમા માટે સેન્સર બોર્ડ છે. તમે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે આવા કોઈ બોડી વિશે કેમ નથી વિચારતા.

સેલ્ફ રેગ્યુલેશન મિકેનિઝ્મ સંપૂર્ણ રીતે ફેલ
જોકે, આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે કોર્ટમાં એક્સ્ટર્નલ નિયંત્રણની જગ્યાએ સેલ્ફ રેગ્યુલાઇઝેશનની વાત પર ભાર આપ્યું. આના પર બેન્ચે કહ્યું કે મીડિયામાં સેલ્ફ રેગ્યુલેશન મિકેનિઝ્મ સંપૂર્ણ રીતે ફેલ થઇ ગયું છે. ત્યારબાદ જસ્ટિસ કુલકર્ણીએ કહ્યું, અમે હાલની સ્થિતિમાં ચાલી રહેલા મિકેનિઝ્મને લઈને ચિંતિત છીએ. એકવાર સેલ્ફ કંટ્રોલ ફેલ થઇ જશે તો તેનો ઈલાજ શું હોવો જોઈએ. આ ચિંતાની વાત છે. આપણે તે સ્થિતિમાં છીએ જ્યાં આ સંપૂર્ણ રીતે પૂરું થઇ ગયું છે.

ચીફ જસ્ટિસ બોલ્યા- આખી સિસ્ટમ તૂટી જશે
ચીફ જસ્ટિસે વોર્નિંગ આપી કે જો યોગ્ય સમય પર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આખી સિસ્ટમ તૂટી જશે. બંધારણ બનાવનારાની વેલ્યુઝનો કોઈ અર્થ નહીં રહે. ભાઈચારા જેવું કઈ નહીં બચે. મીડિયા પાસે સ્વતંત્રતાનો મૌલિક અધિકાર છે. પરંતુ, તેઓ આનાથી કોઈ બીજાના અધિકારો હણી શકે નહીં. આ અનિયંત્રિત ન હોઈ શકે.

આશા રાખીએ કે મીડિયા જવાબદારી સમજે
બેન્ચે આગળ કહ્યું, જર્નાલિઝમની અમુક સીમાઓ હોય જેને પાર કરવાની ન હોય. વર્ષોની મહેનત પછી ઇમેજ બને છે અને જે એક રિપોર્ટથી ખતમ થઇ શકે છે. ત્યારબાદ બેન્ચે કહ્યું કે જ્યાં સુધી કોઈ કાયદા કાનૂન નથી બનતા, ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે મીડિયા જવાબદાર વર્તન કરશે. પરંતુ જ્યારે ટાઈમ બદલાશે તો અમે આ વિશે ગંભીરતાથી જરૂર વિચારશું.

આ કેસમાં આગામી સુનાવણી 19 ઓક્ટોબરે થશે. જ્યારે સિનિયર એડવોકેટ અરવિંદ પી દાતાર NBCA તરફથી એફિડેવિટ ફાઈલ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો