તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:બોલિવૂ઼ડના 25 હજાર ડેઈલી વેજીસ વર્કર્સ આવતા ત્રણ મહિના સુધી કામ પર નહીં આવે, ઘણી મોટી ફિલ્મોને અસર થશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કામદારોનો કુલ 4 કરોડ રૂપિયાનો પગાર બાકી
  • આ વર્કર્સની સંખ્યા 46 હજારની આસપાસ છે
  • માત્ર 15 હજાર વર્કર્સની પાસે જ બેંક અકાઉન્ટ

બોલિવૂડ ડેસ્ક. મુંબઈમાં અત્યારે બોલિવૂ઼ડ માટે કામ કરી રહેલા કુલ 46 હજાર કામદારોમાંથી 25 હજાર કામદારો પોતાના ઘરે પરત ફર્યા છે. આ 25 હજાર કામદારો ફિલ્મોના સેટ પર સ્પોટબોય, કાર્પેન્ટર અને લાઈટમેનનું કામ કરે છે. આ તમામ માત્ર 21 દિવસના લોકડાઉન સમયગાળા માટે જ નહીં પણ તેઓ ત્રણ મહિના માટે તેમના હોમ સ્ટેટ પરત ફર્યા છે. તેનાથી બોલિવૂડના ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર અસર પડશે. 
ડેઇલી વેજીસ વર્કર્સ એસોસિએશન, સ્ટંટ મેન એસોસિયેશન અને લાઈટ અટેન્ડન્ટ એસોસિયેશનથી પ્રાપ્ત જાણકારી અનુસાર, હાલની પરિસ્થિતિઓને જોતા મેકર્સે એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ આગામી ત્રણ મહિના સુધી ઓવરસીઝ શૂટ પર પણ નહીં જાય. વિદેશથી કોરોનાવાઈરસને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેનાથી આ લોકોમાં ડર બેસી ગયો છે. 
આવી સ્થિતિમાં, ઘણી મોટી ફિલ્મોના મેકર્સ પર કોરોનાવાઈરસની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પછી પણ તેમની ફિલ્મો પૂરી કરવાનો ભયમાં રહેશે. આ સંકટ માત્ર મેકર્સ પણ જ નહીં પરંતુ આ કામદારો પર પણ છે. કેમ કે, આ 46 હજારમાંથી માત્ર 15 હજાર લોકોની પાસે જ બેંક અકાઉન્ટ છે. આવી સ્થિતિમાં, તેમનો પગાર અને સરકાર અને  ફિલ્મ સ્ટાર્સ દ્વારા તેમની મદદ કરવા માટે એકત્રિત કરેલ ફંડ પણ તેમના સુધી નથી પહોંચ્યું રહ્યું. 

આ ફિલ્મો પર થશે અસર 
'મુંબઈ સાગા', ‘બંટી ઔર બબલી 2’, 'શમશેરા', 'જર્સી', 'ગંગુબાઈ કાઠિયાવાડી',  'સત્યમેવ જયતે 2', 'જયેશભાઇ જોરદાર', ‘લાલ સિંહ ચડ્ઢા’ જેવી ફિલ્મો પર ખરાબ રીતે અસર થશે. આમાંથી કેટલાકનું પોર્શનનું ઓવરસીઝમાં શૂટ કરવાનું બાકી છે. 

આગળ જતા સમસ્યા વધુ વિકટ બનશે
અજય દેવગણની સાથે વર્ષોથી સ્પોર્ટ બોયનું કામ કરનાર સુરેશ દાદા જણાવે છે કે, ‘જે લોકોના ઘર મુંબઈમાં છે તેઓ અહીં જ છે, પરંતુ મોટાભાગના લોકો યુપી, બિહાર, અને ઝારખંડના છે જેઓ પોતાના ઘરે પરત જઈ રહ્યા છે. ટ્રેનો બંધ થઈ ગઈ છે નહીં તો દરેક પોતપોતાના ઘરે રવાના થવાના હતા. 25થી 30 હજાર લોકો બહાર નીકળી ગયા છે. જો લોકડાઉન 14 એપ્રિલ સુધીમાં સમાપ્ત નહીં થાય તો આ તમામ કામદારોએ નિર્ણય કર્યો છે કે તેઓ 30 જૂન સુધી પોતપોતાના ઘરે રોકાશે.’

તૈયારીઃ આર્ટ  ડિરેક્ટર્સને અલર્ટ કરવામાં આવ્ય
ઘણી મોટી ફિલ્મોના મેકર્સે આ પરિસ્થિતિથી બચવા માટે તેમના આર્ટ ડિરેક્ટરને અલર્ટ કરી દીધા છે. તેમને કહેવામાં આવ્યું છે કે, જો ઓવરસીઝ શૂટિંગ માટે નહીં જઈ શકાય તો ભારતમાં જ વિદેશના સેટ્સ બનાવવા માટે તૈયાર રહેવું પડશે. હિમાચલ, કાશ્મીર અથવા ઉત્તરાખંડના પહાડી વિસ્તારને વિદેશ તરીકે બતાવવામાં આવશે. 

અમે કામદારો સુધી તેમનો પગાર પહોંચાડવામાં અસમર્થ 
ફિલ્મ સ્ટુડિયો સેટિંગના એલાઈડ મજદૂર યુનિયનના  જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવ કહે છે, અમારા સ્પોટ, લાઈટ, કાર્પેન્ટર  આ બધા મળીને કુલ 46 હજાર લોકો છે. તેમાંથી 50 ટકા લોકો પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. તેમનો પગાર જે જુદા જુદા પ્રોડક્શન હાઉસથી આવ્યો છે તે પણ તરત જ તેમની પાસે નથી પહોંચી શકતો. માત્ર 15 હજાર લોકોની પાસે બેંક અકાઉન્ટ છે. જો કે, યુનિયન આ તમામના ઘર સુધી તેમની સેલરી પહોંચાડશે. કુલ 4 કરોડ કરતાં પણ વધારે રકમ છે પણ સૂપૂર્ણ લોકડાઉન હોવાને કારણે ઓફિસમાં બેસીને દસ્તાવેજના કામ કરવામાં ઘણી સમસ્યા થઈ રહી છે. અમે સોમવારે આ વિશે પોલીસ સાથે વાત કરીશું. બાકીના જે મુંબઈમાં રહે છે તેમની મદદ સ્ટાર્સ કરી રહ્યા છે. 

કામદારો માટે સલમાન ખાના આગળ આવ્યો
દેશમાં લોકડાઉન હોવાથી ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું છે. આવી સ્થિતિમાં ડેઈલી વેજીસ સિને વર્કર્સની સામે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે પરંતુ તેમના માટે સલમાન ખાન આગળ આવ્યો છે. તેમણે ઘણા એસોસિયેશન સાથે વાત કરી છે અને કહ્યું છે કે, સિને વર્કરની બને ત્યાં સુધી મદદ કરવી જોઈએ. તેમને ખાવાનું અને જરૂરી વસ્તુઓ આપવી જોઈએ. સલમાને એ પણ કહ્યું કે, એસોસિયેશન વધારે ગણતરી ન કરે અને તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન આપે. જે પણ ખર્ચો થશે તે સપૂર્ણ ખર્ચ હું ઉઠાવીશ. 

અન્ય સમાચારો પણ છે...