અભિનેત્રીનું સોશિયલ મીડિયા સ્ટારડમ:સોશિયલ મીડિયા પર સામંથાની સામે બોલિવૂડનાં દિગ્ગજ સ્ટાર્સ ડાઉન, એક પોસ્ટ માટે ચાર્જ કરે છે 3-5 કરોડ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મો ઉપરાંત પણ પ્રમોશન અને જાહેરાતો કરીને ઘણી કમાણી કરે છે. હવે આ યાદીમાં સોશિયલ મીડિયા પોસ્ટનો પણ સમાવેશ થાય છે. પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે અને આ કેસમાં સામંથા હવે પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન જેવાં સ્ટાર્સને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે. અભિનેત્રી એક પોસ્ટ માટે 3થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તો ચાલો આજે જાણીએ કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે બોલિવૂડ સ્ટાર્સ કેટલી ફી લે છે?

સામંથા રુથ પ્રભુ

રિપોર્ટ્સ મુજબ સામંથા રૂથ પ્રભુ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સાથે જ સામંથા અન્ય વેબસાઈટ પર પ્રમોશનલ પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી આ સોશિયલ મીડિયા પોસ્ટ્સથી ઘણી કમાણી કરે છે.

પ્રિયંકા ચોપરા​​​​​​​

દેસી ગર્લ પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં સામંથાથી પાછળ રહી ગઈ છે. તે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે 1.80 કરોડ રૂપિયા લે છે.

દીપિકા પાદુકોણ

બોલીવૂડ પર રાજ કરનારી દીપિકા પણ સોશિયલ મીડિયાની ફીની બાબતમાં જરાય ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર પ્રમોશનલ પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

આલિયા ભટ્ટ

આલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે જ પ્રમોશનલ પોસ્ટની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર આ અભિનેત્રી એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શાહરૂખ ખાન

આ યાદીમાં બોલિવૂડનો કિંગ ખાન અભિનેત્રીઓની પાછળ છે. શાહરૂખ સોશિયલ મીડિયા પોસ્ટ માટે 80 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સલમાન ખાન

બોલિવૂડનાં દબંગ ખાન સોશિયલ મીડિયા પોસ્ટ માટે 50 લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. સલમાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીંથી પણ તે સારી એવી કમાણી કરે છે.

રણવીર સિંહ

રિપોર્ટ્સ મુજબ બોલિવૂડનાં એનર્જી કિંગ રણવીર સોશિયલ મીડિયા પર એક પ્રમોશનલ પોસ્ટ માટે 81 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. આ કિસ્સામાં તે તેની પત્નીથી થોડો પાછળ છે.