તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:US નેવી ઓફિસરે ‘સ્વદેસ’ ફિલ્મનું ‘યે જો દેશ હૈ તેરા સોંગ’ ગાયું, શાહરૂખ ખાન બોલ્યો, ‘જૂની યાદો તાજી થઈ ગઈ’

2 મહિનો પહેલા
  • શાહરુખ ખાનની દિલમ સ્વદેસને 2 નેશનલ અવોર્ડ મળ્યા હતા
  • ‘યે જો દેશ હૈ તેરા સોંગ’ એઆર રહેમાને કમ્પોઝ કર્યું હતું

છેલ્લા બે દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં US નેવી બેન્ડના અમુક ઓફિસર યુનિફોર્મમાં ઊભા રહી બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’નું સોંગ ‘યે જો દેશ હૈ તેરા, સ્વદેસ હૈ મેરા’ ગાઈ રહ્યા છે. આ વીડિયો જોઇને શાહરૂખે રિએકશન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, જૂની યાદો તાજી થઈ ગઈ. સાથે જ તેણે સ્વદેસ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો આભાર પણ માન્યો.

‘પહેલાંનો સમય યાદ આવી ગયો’
શાહરુખ ખાને પોસ્ટ શેર કરીને લખ્યું, ‘આ વીડિયો શેર કરવા માટે તરનજીત સિંહ સંધુ સર, તમારો આભાર. આ ખૂબ સુંદર છે. પહેલાંનો સમય યાદ આવી ગયો. ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવા રિકર, પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા, મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય દરેક લોકોનો આભાર.’

આ વીડિયો અમેરિકન નેવીના ચીફ એમ ગિલ્ડે અને ભારતીય રાજદૂત તરનજીત સિંહ સિંધુની ડિનર પાર્ટીનો છે. સ્વદેસ ફિલ્મનાં આ સોંગને મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર એઆર રહેમાને કમ્પોઝ કર્યું હતું.

તરનજીત સિંહ સિંધુએ વીડિયો શેર કરી લખ્યું, ‘યે વો બંધન હૈ, જો કભી તૂટ નહિ શકતા. અમેરિકન નેવીએ કાલે ડિનર દરમિયાન આ હિન્દી સોંગ ગાયું. આ જોરદાર પર્ફોર્મન્સ માટે US નેવી બેન્ડનો આભાર. હેપ્પી હોલી, રંગ અને સંગીત આપણા જીવનને રોશન કરે.’

ચીફ ઓફ નેવલ ઓપરેશન એડમિરલ ગિલ્ડેએ કહ્યું, ‘આપણે સાથે મળીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્વતંત્રતા કાયમ કરશું. આ ક્ષેત્રમાં કાનૂન પ્રમાણે કામ કરવા માટે બંને દેશ પ્રતિબદ્ધ છે. મને આશા છે કે બંને દેશ સાથે મળીને આ જ રીતે આગળ વધતા રહેશે.’

2 નેશનલ અવોર્ડ મળ્યા હતા
ફિલ્મ ‘સ્વદેસ’માં શાહરૂખે NRI મોહન ભાર્ગવનો રોલ પ્લે કર્યો હતો. તે USAમાં NASA માટે કામ કરતો હતો. મોહન પોતાની નેની કાવેરીને મળવા માટે ઇન્ડિયા આવે છે. તે કાવેરીને પણ પોતાની સાથે આવવા કહે છે, પણ તે ના પાડે છે. એ પછી મોહન ગામમાં રહીને લોકોની તકલીફ જોવે છે અને તેનું નિરાકરણ લાવે છે. આ ફિલ્મે ઘણા અવોર્ડ જીત્યા છે. તેમાં બે નેશનલ અવોર્ડ પણ સામેલ છે. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર માટે ઉદિત નારાયણ અને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે મહેશ અનેને અવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો