'બ્રહ્માસ્ત્ર' રિલીઝના 3 કલાક બાદ લીક:18 સાઇટ્સ બ્લોક કર્યા પછી પણ પાઇરસી ના અટકી, અનેક વેબસાઇટ્સ પર HD પ્રિન્ટમાં ઉપલબ્ધ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ છે. રિલીઝના ત્રણ કલાકમાં જ અયાન મુખર્જીની આ ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ છે. 410 કરોડના બજેટના બનેલી ફિલ્મ HD ક્વૉલિટીમાં અનેક પાઇરસી સાઇટ્સ પર ઉપલબ્ધ છે. અહેવાલ પ્રમાણે, ફિલ્મ લીક થતાં બોક્સ ઓફિસ કલેક્શન પર ખરાબ અસર પડી શકે છે.

તમિલરૉકર્સ-મૂવીરુલ્ઝ જેવી સાઇટ્સ પર લીક થઈ
અહેવાલ પ્રમાણે, તમિલરૉકર્સ, મૂવીરુલ્ઝ, ફિલ્મીઝિલા, 123મૂવીઝ, ટોરેન્ટ તથા ટેલિગ્રામ જેવી સાઇટ્સ પર 'બ્રહ્માસ્ત્ર'ની HD પ્રિન્ટ લીક કરવામાં આવી છે. પોઝિટિવ રિવ્યૂ તથા એડવાન્સ બુકિંગ હોવા છતાંય ફિલ્મ લીક થતાં બોક્સ ઓફિસને અસર કરી શકે છે. આ જ કારણે ફિલ્મના મેકર્સને ભારે નુકસાન થઈ શકે છે.

યુઝર્સ ફિલ્મની લિંક શૅર કરી રહ્યા છે.
યુઝર્સ ફિલ્મની લિંક શૅર કરી રહ્યા છે.

દિલ્હી હાઇકોર્ટે 18 સાઇટ્સ બૅન કરી હતી
થોડાં દિવસ પહેલાં મેકર્સે દિલ્હી હાઇકોર્ટમાં ઓનલાઇન પાઇરસી સાઇટ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે 18 સાઇટ્સને બૅન કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ફિલ્મ લીક થઈ ગઈ હતી. જોકે, આ પહેલાં પણ અનેક ફિલ્મ પાઇરસીનો ભોગ બની ચૂકી છે.

'બ્રહ્માસ્ત્ર' નવ હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ.
'બ્રહ્માસ્ત્ર' નવ હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ.

28.5 કરોડનું એડવાન્સ બુકિંગ થયું
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'ને મિક્સ રિવ્યૂ મળ્યા છે. રિલીઝ પહેલાં ફિલ્મ ખાસ્સી ચર્ચામાં રહી હતી. બોયકોટ ટ્રેન્ડ તથા મિક્સ રિવ્યૂ બાદ પણ ફિલ્મના બુકિંગમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે. એડવાન્સ બુકિંગ 28.5 કરોડની આસપાસ થયું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન પણ છે. શાહરુખ ખાનનો કેમિયો પણ જોવા મળે છે.