49 વર્ષીય હૃતિક રોશન બીજીવાર ફેરા ફરશે:16 વર્ષ નાની પ્રેમિકા સબા આઝાદ સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન થવાની ચર્ચા

મુંબઈ19 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનો આજે એટલે કે 10 જાન્યુઆરીના રોજ 49મો જન્મદિવસ છે. હૃતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ 'ફાઇટર'નું શૂટિંગ કરશે. સૂત્રોના મતે હૃતિક રોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે. હૃતિક બીજા લગ્ન માટે તૈયાર છે અને રોશન પરિવાર પણ આ નિર્ણયથી ખુશ છે. હૃતિક પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે.

આ વર્ષે લગ્ન કરી શકે છે
હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. બંને અવારનવાર પાર્ટી તથા ડિનર ડેટ્સ એન્જોય કરતાં જોવા મળે છે. ચાહકોને પણ આ બંનેની જોડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણાં જ ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યાં છે. બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકનાં બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરા તથા સબા સાથે વેકેશન પર પણ ગયો હતો.

વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાનું પ્લાનિંગ
લગ્નના પ્લાનિંગ અંગે મિત્રએ કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે. અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને વધુ સમય સાથે રહેશે. વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં બાદ બંને લગ્ન કરશે અને પછી લાંબા વેકેશન પર જશે.

બીજા લગ્ન સાવ સાદગીથી કરશે
મિત્રએ વધુમાં કહ્યું હતું કે હૃતિક પોતાના બીજા લગ્ન ધામધૂમથી કરશે નહીં. તે એકદમ સાદગીથી લગ્ન કરશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને નિકટના મિત્રો જ હાજર હશે. ડિવોર્સ બાદ પણ સુઝાન સાથે હૃતિકના સારા સંબંધો છે એટલે સુઝાન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે હાજર રહેશે.

સબાએ સો.મીડિયામાં હૃતિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સબા આઝાદે હૃતિક રોશનને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સબાએ કહ્યું હતું, 'આ RO ડે છે. જેવી રીતે તમે આ સરકસમાં ગાઇડ કરો છો, જેને આપણે લાઇફ કહીએ છીએ. હંમેશાં વાઇડ આંખો ને જિજ્ઞાસા...સતત વિકસિત થઈ રહી છે, હાર્ટ સ્ટ્રોંગ ને માઇન્ડ શાર્પ. રોજ સારું કરવાની જીદ છે. દયાળુ તથા ફુલ ઓફ ગ્રેસ. તમે તમામ રૂઢિઓને તોડી છે અને તમામ ધારણાઓને કન્ફ્યુઝ કરો છો. લોકોને કદાચ નવાઈ લાગે છે, પરંતુ તમે રોજેરોજ આ રીતે જ જીવો છો. RO દુનિયા ઘણી જ વિચિત્ર છે, પરંતુ તમે એને સારી બનાવવાનો પ્રયાસ કરો છો. સૂરજને ચારેબાજુથી શુભેચ્છા. જન્મ લેવા માટે આભાર...'

કોણ છે સબા આઝાદ?
સબાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત ઈશાન નાયરની શોર્ટ ફિલ્મ ગુરુરથી કરી હતી. એ પછી સબાએ દિલ કબડ્ડી ફિલ્મથી વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 'દિલ કબડ્ડી'માં સબા રાહુલ બોસની સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને ન્યૂકમર સાકિબ સલીમની સાથે 'મુઝસે ફ્રેન્ડશિપ કરોંગે'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી હતી. હૃતિક રોશન પહેલાં સબા આઝાદનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. ફિલ્મ અને ગીત ઉપરાંત સબાએ કોમર્શિયલ એડ પણ કરી છે. સબા કેડબરી, પોન્ડ્સ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસકેફે, એરટેલની એડમાં જોવા મળી છે.

હૃતિકના 2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યો હતો. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...