દુઃખદ:52 દિવસ સુધી મોત સામે ઝઝૂમતા જાણીતા ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમનું 74 વર્ષની ઉંમરે નિધન

ચેન્નઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

74 વર્ષીય એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. તેમને ચેન્નઈની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તેમની તબિયત અંગે માહિતી આપી હતી. હોસ્પિટલનાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. અનુરાધાએ કહ્યું હતું કે એસપીને ECMO સહિત અન્ય લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવી હતી.

PM મોદીએ કહ્યું, સાંસ્કૃતિક દુનિયા ગરીબ થઈ ગઈ

PM મોદીએ એસપીના નિધન પર ટ્વીટ કરી હતી, એસપી બાલાસુબ્રમણ્યમના દુર્ભાગ્યપૂર્ણ નિધનની સાથે આપણી સાંસ્કૃતિક દુનિયા વધુ ગરીબ થઈ ગઈ. ભારતના દરેક ઘરનું જાણીતું નામ, તેમનો મધુર અવાજ તથા સંગીત દાયકાઓ સુધી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર તથા પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.

લતા મંગેશકરની ટ્વીટ

અમિત શાહની ટ્વીટ

કમલ હસનની ટ્વીટ
કમલે તમિળમાં શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું, આ મારા માટે એક આશીર્વાદ છે કે અન્નૈયા S.P.B લાંબા સમય સુધી મારા અવાજ તરીકે રહ્યાં હતાં. તેઓ સાત પેઢીઓ સુધી દિલો-દિમાગમાં વસેલા રહેશે.

ત્રણ દિવસ પહેલાં દીકરાએ કહ્યું હતું, ઝડપથી સાજા થઈ રહ્યા છે
એસપીના દીકરા ચરન એસપીએ ત્રણ દિવસ પહેલાં, એટલે કે 22 સપ્ટેમ્બરે પિતાની તબિયત અંગે અપડેટ આપતાં કહ્યું હતું કે તેઓ સાજા થઈ રહ્યા છે. તેઓ પ્રવાહી લે છે. તેઓ જલદીથી ઘરે જવા ઈચ્છે છે.

એકસ્ટ્રા લાઇફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી
રિપોર્ટ પ્રમાણે, એસપીની સારવાર ડૉ. વી. સબાનાયગમે કરી હતી. 13 ઓગસ્ટે એસપીને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને પછી પ્લાઝ્મા થેરપી આપવામાં આવી હતી. બ્લડ ક્લોટિંગને રોકવા માટે રેમડેસિવિર તથા સ્ટીરિયોડ્સ આપવામાં આવ્યા હતા. ઓક્સિજનનું લેવલ જાળવી રાખવા માટે તેમને પ્રોન પોઝિશન (પેટના બળે)માં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ એકસ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો.

5 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
એસપીએ ઈન્સ્ટાગ્રામમાં એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમનામાં કોરોનાનાં હળવા લક્ષણો છે. પછી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનની સલાહ આપી હતી. જોકે પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા છે. એ સમયે એસપીએ કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ઘરે પરત ફરશે.

સલમાન ખાન માટે ગીત ગાનાર એસપીનું પૂરું નામ શ્રીપતિ પંડિતારાધ્યુલા બાલાસુબ્રહ્મણ્યમ છે. બાલુના ઉપનામથી લોકપ્રિય એસપીએ 16 ભારતીય ભાષામાં 40 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યાં હતાં. 2011માં તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું.

આ ગીતોથી એસપીએ ખાસ ઓળખ બનાવી

તેરે મેર બીચ મેં કૈસા યે બંધન અનાજાનાએક દૂજે કે લિયે
મેરે જીવનસાથી, પ્યાર કિએ જાએક દૂજે કે લિયે
હમ તુમ દોનોં જબ મિલ જાયેંગેએક દૂજે કે લિયે
હમ બને, તુમ બને, એક દૂજે કે લિયેએક દૂજે કે લિયે
સચ મેરે યાર હૈ, બસ વો હી પ્યાર હૈસાગર
આ જ શામ હોને આઈમૈંને પ્યાર કિયા
બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમસાજન
પહલા પહલા પ્યાર હૈહમ આપકે હૈ કૌન
અન્ય સમાચારો પણ છે...