દીકરાની પહેલી ઝલક:શ્રેયા ઘોષાલે દીકરો છ મહિનાનો થતાં ચહેરો બતાવ્યો, લગ્નના છ વર્ષ પછી માતા બની

મુંબઈ5 દિવસ પહેલા

બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે દીકરા દેવ્યાનનો ચહેરો બતાવ્યો છે. દેવ્યાન છ મહિનાનો થઈ ગયો છે. શ્રેયાએ સો.મીડિયામાં દેવ્યાનની તસવીર શૅર કરી છે.

શ્રેયાએ શું કહ્યું?
શ્રેયાએ કહ્યું હતું, 'હેલ્લો હું દેવ્યાન છું. આજે મને છ મહિના પૂરા થયા. હાલમાં હું મારી આસપાસની દુનિયાને જોવામાં, મારા મનપસંદ ગીત સાંભળવામાં, તસવીરો જોવામાં તથા માતાના જોક્સ પર હસવામાં અને તેમની સાથે વાત કરવામાં બિઝી હોઉં છું. તે મને સમજે છે. તમારા પ્રેમ ને આશીર્વાદ માટે આભાર.'

માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
શ્રેયા ઘોષાલે માર્ચ મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને મને તમારી સાથે આ ન્યૂઝ શૅર કરતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. આપ સૌના પ્રેમ અને આશીર્વાદની અમને ખૂબ જ જરૂર છે. કારણ કે અમે અમારા જીવનના આ નવા પ્રકરણ માટે તૈયાર છીએ.’ ઉલ્લેખનીય છે કે શ્રેયાએ 22 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ 11 દિવસ બાદ શ્રેયાએ ડિલિવરીની તથા દીકરાના નામની વાત શૅર કરી હતી.

2015માં ચૂપચાપ લગ્ન કર્યા હતા
શ્રેયા ઘોષાલે પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે 5 ફેબ્રુઆરી, 2015ના રોજ ગુપચુપ લગ્ન કરી લીધેલાં. આ વિધિમાં બંને પક્ષના પરિવારના સભ્યો અને અમુક ગણ્યા ગાંઠ્યા મિત્રોએ જ હાજરી આપી હતી. લગ્નના બીજા દિવસે શ્રેયાએ પોતે પોતાનાં લગ્નની માહિતી ફેન્સને આપી હતી.

‘દેવદાસ’થી ફિલ્મી કરિયરની શરૂઆત થયેલી
શ્રેયાએ શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘દેવદાસ’થી પોતાની પ્લેબેક સિંગિંગની કરિયરની શરૂઆત કરેલી. 75મા ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ શોમાં તેનું પર્ફોર્મન્સ જોઇને સંજય લીલા ભણસાલીએ તેને પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી હતી.

એ પછી તો શ્રેયાએ 'ઝહર', 'પરિણીતા', 'રબ ને બના દી જોડી', 'ધ કિલર', 'હોલિડે', 'ઓમ શાંતિ ઓમ', 'જબ વી મેટ', '3 ઇડિયટ્સ', 'ધ ડર્ટી પિક્ચર', 'બોલ બચ્ચન', 'પીકે', 'કલંક', 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર' જેવી અનેક ફિલ્મમાં એકથી એક ચડિયાતાં ગીતો ગાયાં છે. શ્રેયા અત્યાર સુધીમાં 4 નેશનલ અવોર્ડ્સ અને 16 ફિલ્મફેર અવોર્ડ્સ (10 સાઉથ ફિલ્મફેર સહિત) જીતી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...