તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ રિએક્શન:સંદીપ નાહરની સુસાઇડ પર બોલિવૂડ સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું, રણવીર શૌરી બોલ્યો- પડદા પાછળનું પ્રેશર ક્યારેય નથી દેખાતું, અનુપમ ખેરે કહ્યું- ઘણો ખુશમિજાજ માણસ હતો

13 દિવસ પહેલા

ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના સરદાર ફ્રેન્ડનો રોલ પ્લે કરનારા એક્ટર સંદીપ નાહરે મંગળવારે મુંબઈના ગોરેગાંવ સ્થિત નિવાસમાં આત્મહત્યા કરી લીધી છે. તેના મૃત્યુ બાદ ઘણા બોલિવૂડ સેલેબ્સના રિએક્શન સામે આવ્યા છે. આ વચ્ચે એક્ટર રણવીર શૌરીએ પણ પોસ્ટ શેર કરીને સંદીપના મૃત્યુ પર દુઃખ જતાવ્યું. તેણે લખ્યું, 'પડદા પાછળનું પ્રેશર ક્યારેય નથી દેખાતું, ઓમ શાંતિ.'

ઘણો પ્રતિભાશાળી અને સમર્પિત એક્ટર હતો
સંદીપની ફિલ્મ 'ખાનદાની શફાખાના'ના ડિરેક્ટર શિલ્પી દાસગુપ્તાએ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'જ્યારે મને ખબર પડી કે સંદીપે આટલું કઠોર પગલું ભર્યું છે, તો હું દંગ રહી ગઈ. આ સમાચારથી હું ખરેખર ઘણી ચિંતિત છું. સંદીપ એક સજ્જન વ્યક્તિ હતો. હંમેશાં મદદ માટે આગળ રહેતો હતો. તે ઘણો પ્રતિભાશાળી અને સમર્પિત એક્ટર પણ હતો.'

સંદીપ એક ઘણો ખુશમિજાજ માણસ હતો
'એમએસ ધોની'માં સંદીપના કો-એક્ટર અનુપમ ખેરે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'આજે સવારે સંદીપ વિશે જાણીને ઘણું દુઃખ થયું અને ચિંતા થઇ. મને ગઈકાલ રાત સુધી આના વિશે ખબર ન હતી, પણ મેં થોડા કલાક પહેલાં જ તેના વિશે વાંચ્યું. સંદીપ એક ઘણો ખુશમિજાજ માણસ હતો. હું તેને ફિલ્મના સેટ પર જ મળ્યો હતો. ફિલ્મમાં મારા તેની સાથે માત્ર 2-3 સીન હતા. ફિલ્મમાં અન્ય એક્ટર્સ સાથે તેના વધુ સીન હતા, પણ તે નિઃસંદેહ એક સારો એક્ટર હતો.'

પર્સનલ અને પ્રોફેશનલ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો હતો
સંદીપે આત્મહત્યા કરવાના થોડા કલાક પહેલાં ફેસબુક પર એક સુસાઇડ નોટ અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. 32 વર્ષીય એક્ટરે તેની નોટમાં જણાવ્યું હતું કે તે ઘણી પર્સનલ અને પ્રોફેશનલ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો હતો. મુંબઈ પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે અને સંદીપના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં સંદીપે કહ્યું હતું, 'હવે જીવવાની કોઈ ઈચ્છા નથી રહી. લાઈફમાં ઘણા સુખ દુઃખ જોયા. દરેક વખતે પ્રોબ્લેમ ફેસ કર્યા પણ આજે હું જે ટ્રોમામાંથી પસાર થઇ રહ્યો છું, તે સહનશક્તિની બહાર છે. હું જાણું છું કે આત્મહત્યા કરવી કાયરતા છે. મને પણ જીવવું હતું, પણ આવું જીવવાનો શું ફાયદો જેમાં સુકૂન અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો