ફિલ્મ-પ્રોડ્યુસરે પત્નીનો જીવ લેવાનો પ્રયાસ કર્યો!:પોતે બીજી મહિલા સાથે રંગેહાથે પકડાઈ જતાં પત્ની પર કાર ચઢાવી, પત્નીને માથા ને પગમાં ગંભીર ઈજા થઈ

મુંબઈએક મહિનો પહેલા

'ખલી બલી', 'દેહાતી ડિસ્કો' જેવી ફિલ્મના પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ પોતાની પત્ની તથા એક્ટ્રેસ યાસ્મીન પર કાર ચઢાવવાનો કેસ દાખલ થયો છે. તેની પત્ની યાસ્મીને મુંબઈના અંધેરી (વેસ્ટ)માં રેસિડેન્શિયલ બિલ્ડિંગના પાર્કિંગમાં પતિને બીજી સ્ત્રી સાથે કારમાં બેઠેલો જોયો હતો. જ્યારે તે પતિ સાથે વાત કરવા ગઈ તો કમલ કિશોર મિશ્રાએ પત્નીને કાર નીચે કચડી હતી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં યાસ્મીન ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને હાથ-પગ તથા માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના 19 ઓક્ટોબરની છે. પોલીસના મતે યાસ્મીને પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે કમલ કિશોર મિશ્રાને ઝડપી પાડ્યો છે અને અંબોલી પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

યાસ્મીને કહ્યું, કમલે મારી એક વાત ના સાંભળી અને મને જોઈને ભાગવા લાગ્યો
યાસ્મીને પતિ પર આક્ષેપો કરતાં કહ્યું હતું, '19 ઓક્ટોબરે જ્યારે હું ઘરે ગઈ તો તે (પતિ) પોતાની કારમાં બેસીને મોડલ આયેશા સુપ્રિયા મેમન સાથે રોમાન્સ કરતો હતો. તેઓ બંને ઘણાં જ ક્લોઝ હતાં. બંનેને સાથે જોઈને મેં કારના કાચ પર નૉક (ખખડાવ્યો) કર્યું હતું અને કાચ નીચે કરવાનું હતું. જોકે કમલે મારી એક વાત ના સાંભળીને ગાડી વાળીને ભાગવા લાગ્યો હતો.'

રણબીર કપૂર સાથે કમલ કિશોર મિશ્રા.
રણબીર કપૂર સાથે કમલ કિશોર મિશ્રા.

'મારા પર કાર ચઢાવી દીધી અને ગંભીર ઈજા થઈ'
યાસ્મીને કહ્યું હતું, 'મેં કાર રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારી પર કાર ચઢાવી દીધી હતી. મને માથામાં ઘણી જ ઈજા થઈ છે. કમલે થોડી પણ માણસાઈ બતાવી નહીં અને કારમાંથી નીચે ઊતરીને જોયું સુધ્ધાં નહીં કે હું જીવતી છું કે મરેલી. અમારા 9 વર્ષના સંબંધો છે અને તે વ્યક્તિએ 9 સેકન્ડ પણ મારા વિશે વિચાર્યું નહીં.'

કમલ નવી-નવી યુવતીઓને જાળમાં ફસાવે છે
યાસ્મીને કમલ પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું, 'કમલ નવી નવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવે છે. તેમને પોતાની સંપત્તિ અંગે વાત કરે છે. યુવતીઓને અઢળક શોપિંગ કરાવે છે. આ રીતે તેણે અનેક યુવતીઓનું જીવન બરબાદ કર્યું છે. મારી પાસે પુરાવા છે કે તેણે આયેશા સુપ્રિયા નામની યુવતી સાથે છ માર્ચના રોજ ઘરની અંદર લગ્ન કર્યા હતા.'

ધર્મેન્દ્ર સાથે કમલ કિશોર મિશ્રા.
ધર્મેન્દ્ર સાથે કમલ કિશોર મિશ્રા.

પોલીસ કાર્યવાહી કરતી નથી
યાસ્મીને વધુમાં કહ્યું હતું કે 'આયેશા તથા કમલ પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા. ત્યારબાદ કમલે મને મારી અને 'તલાક તલાક તલાક' કહીને મને ઘરમાંથી હાંકી કાઢી હતી. મેં આ આખી ઘટનાની ફરિયાદ અંબોલી પોલીસ સ્ટેશનમાં કરી હતી. જોકે, હજી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી થઈ નથી.'

લગ્ન કરવા માટે હિંદુમાંથી મુસ્લિમ કન્વર્ટ થયો હતો
યાસ્મીને પોતાની તથા કમલના લગ્ન અંગે વાત કરતાં કહ્યું હતું, 'અમારા લગ્ન 20 ફેબ્રુઆરી, 2014માં થયા હતા. કમલે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને મુસ્લિમ રીતરિવાજ સાથે મારી સાથે લગ્ન કર્યા હતા. મારી પાસે નિકાહનામું પણ છે. બાંદ્રા કોર્ટના વકીલે અમારા લગ્ન કરાવ્યા હતા અને તે એડવોકેટ જીવિત છે. આ અમારા લગ્નનો સૌથી મોટો પુરાવો છે.' જોકે કમલ કિશોર મિશ્રાએ હજી સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

સંજય દત્ત સાથે કમલ કિશોર મિશ્રા.
સંજય દત્ત સાથે કમલ કિશોર મિશ્રા.

કોણ છે કમલ કિશોર?
કમલ કિશોર મિશ્રા ઉત્તરપ્રદેશનો છે અને બોલિવૂડનો જાણીતો પ્રોડ્યુસર છે. 2019માં બોલિવૂડમાં પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કર્યું હતું. કમલ 'વન એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન્સ' નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેણે 'ફ્લેટ નંબર 420', 'શર્માજી કી લગ ગઈ' જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...