તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક:બોલિવૂડે ફૂટબોલર ડિયેગો મેરાડોનાને શ્રદ્ધાંજલિ પાઠવી, શાહરુખે કહ્યું- આશા છે કે તમે સ્વર્ગમાં પણ બધાને મંત્રમુગ્ધ કરશો

મુંબઈ2 મહિનો પહેલા

ફૂટબોલર ડિયેગો આર્મેન્ડો મેરાડોનાના નિધન પર અનેક બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. શાહરુખે મેરાડોનાને યાદ કરીને કહ્યું હતું, 'ડિયેગો મેરાડોના...તમે ફૂટબોલને ઘણું જ સુંદર બનાવી દીધું હતું. તમે બહુ જ યાદ આવશો. આશા છે કે તમે અહીંયા જે રીતે લોકોનું મનોરંજન કર્યું, તે જ રીતે સ્વર્ગમાં પણ તમામને મંત્રમુગ્ધ કરશો. તમારી આત્માને શાંતિ મળે.'

અજયે ભાવુક થઈને કહ્યું હતું, 'અનેક વર્ષો સુધી મેરાડોનાની રમત તથા જીવનને ફોલો કર્યું હતું. 'મૈદાન' (અજયની અપકમિંગ ફિલ્મ) આ રમતને નજીક લઈ આવી. તે ફૂટબોલના દિગ્ગજ તથા પેશનેટ સ્પોર્ટ્સમેન હતા. તેમના જવાથી દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે.'

કરીના કપૂરે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી

પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'ડિયેગો મેરાડોના તમારી આત્માને શાંતિ મળે. અત્યાર સુધીના સૌથી મહાન ફૂટબોલ પ્લેયર્સમાંથી એક. સાચા લિજેન્ડ.'

રણવીર સિંહે પણ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી

શેખર કપૂરે કહ્યું હતું, 'તમારી આત્માને શાંતિ મળે મેરાડોના...પેલે પછી ફૂટબોલના સૌથી મહાન જીનિયસ.'

અભિષેક બચ્ચને શ્રદ્ધાંજલિ પાઠવીને આ વાત કહી હતી

મહેશ બાબુએ કહ્યું હતું, 'દિગ્ગજનું નિધન...તમારી આત્માને શાંતિ મળે ડિયેગો મેરાડોના.'

વિક્કી કૌશલ પણ મેરાડોનાના નિધનથી ભાવુક થઈ ગયો હતો

પ્રોડ્યૂસર બોની કપૂરે કહ્યું હતું, 'સારો ફૂટબોલર જતો રહ્યો. 'મૈદાન'ની ટીમ ડિયેગા મેરાડોનાના નિધન પર શોક વ્યક્ત કરે છે. દિગ્ગજ ક્યારેય મરતા નથી, તેમની વિરાસત હંમેશાં રહે છે.'

અર્જુન કપૂરની શ્રદ્ધાંજલિ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser