તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થિયેટરમાં 7 મહિનાની તાળાબંધી:29 અઠવાડિયાથી બોક્સ ઓફિસ કલેક્શન ઝીરો, જો થિયેટર ખુલે તો માત્ર હિન્દી ફિલ્મો અંદાજે 3200 કરોડ રૂપિયાની કમાણી કરે

એક વર્ષ પહેલાલેખક: ગગન ગુર્જર
  • કૉપી લિંક
  • કોરોના વાઇરસ અને લોકડાઉનને કારણે 13 માર્ચ પછી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઇ
  • ઘણા ફિલ્મમેકર્સ OTT પ્લેટફોર્મ પર ગયા, મોટાભાગનાને હજુ થિયેટર ખુલવાની રાહ

કોરોના વાઇરસને કારણે થિયેટરની તાળાબંધીને અંદાજે 7 મહિનાનો સમય થઇ ગયો. 13 માર્ચના રોજ છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' મોટા પડદે રિલીઝ થઇ હતી અને તે જ દિવસથી ઘણા રાજ્યોમાં થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમ્યાન ઘણા મેકર્સ તેમની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર લઇ ગયા પરંતુ મોટાભાગના હજુ પણ થિયેટર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તેને કારણે હિન્દી ફિલ્મોનું અંદાજે 3200 કરોડ રૂપિયાનું કલેક્શન અટકી પડ્યું છે.

મોટી ફિલ્મોનું 1500 કરોડ રૂપિયાનું કલેક્શન અટક્યું
ટ્રેડ એનાલિસ્ટ અને 40 વર્ષથી ડિસ્ટ્રીબ્યુશનમાં એક્ટિવ રાજ બંસલના જણાવ્યા અનુસાર 7 મહિનામાં 'સૂર્યવંશી', '83', 'કૂલી નં. 1', 'લક્ષ્મી બોમ્બ', 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ', 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા', 'ધ બિગ બુલ' અને 'સડક 2' જેવી ઘણી મોટી ફિલ્મો પડદે આવતી અને માત્ર આ ફિલ્મોનું કુલ કલેક્શન લગભગ 1500 કરોડ રૂપિયા થયું હોત.

'ગુલાબો સિતાબો', 'ગુંજન સક્સેના', 'શકુંતલા દેવી' અને 'સડક 2' જેવી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચૂકી છે. 'કૂલી નં. 1', 'લક્ષ્મી બોમ્બ', 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' જેવી ઘણી ફિલ્મોની ડીલ પણ ઓનલાઇન પ્લેટફોર્મ સાથે થઇ ચૂકી છે, જે આવનારા અઠવાડિયામાં રિલીઝ થઇ શકે છે.
'ગુલાબો સિતાબો', 'ગુંજન સક્સેના', 'શકુંતલા દેવી' અને 'સડક 2' જેવી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચૂકી છે. 'કૂલી નં. 1', 'લક્ષ્મી બોમ્બ', 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' જેવી ઘણી ફિલ્મોની ડીલ પણ ઓનલાઇન પ્લેટફોર્મ સાથે થઇ ચૂકી છે, જે આવનારા અઠવાડિયામાં રિલીઝ થઇ શકે છે.

અન્ય હિન્દી ફિલ્મો 1500- 1700 કરોડ રૂપિયા કમાતી
રાજ બંસલના જણાવ્યા મુજબ દરેક અઠવાડિયે એવરેજ 2 મીડિયમ અને નાના બજેટની ફિલ્મો રિલીઝ થાય છે જે એવરેજ 25-30 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આવામાં 29 અઠવાડિયા (30 સપ્ટેમ્બર) સુધીનો હિસાબ માંડીએ તો આવી લગભગ 58 ફિલ્મો પડદા પર આવતી અને તેની કુલ કમાણી અંદાજે 1500- 1700 કરોડ રૂપિયા હોત.

અંદાજે 1500 કરોડ તમિળ- તેલુગુના અટક્યા
બંસલે જણાવ્યું કે તાળાબંધી દરમ્યાન તમિળ અને તેલુગુની પણ ઘણી મોટી ફિલ્મોની રિલીઝ ટળી છે. જો આ ફિલ્મો રિલીઝ થાય તો તેની કમાણી લગભગ 1500 કરોડ રૂપિયા થાય.

તમિળ- તેલુગુની અમુક ફિલ્મો, જેની રિલીઝ ડેટ ટળી

ફિલ્મલીડ એક્ટર/ એક્ટ્રેસક્યારે રિલીઝ થવાની હતીભાષા
કાડન (હાથી મેરે સાથી)રાણા દગ્ગુબાતી2 એપ્રિલતમિળ
માસ્ટરવિજય અને વિજય સેતુપતિ9 એપ્રિલતમિળ
સૂરારૈ પોત્તરૂસૂર્યા1 મેતમિળ
જગમે થન્ધિરમધનુષ1 મેતમિળ
થલાઈવીકંગના રનૌત26 જૂનતમિળ, તેલુગુ અને હિન્દી
વીનાની5 સપ્ટેમ્બરતેલુગુ

2020માં અત્યારસુધી માત્ર 73 દિવસ થિયેટર ખુલ્યા
2020માં અત્યાર સુધી થિયેટર માત્ર શરૂઆતના 73 દિવસ ખુલ્યા હતા. તે દરમ્યાન બોક્સ ઓફિસ પર માત્ર 824 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જોકે, માત્ર એક જ ફિલ્મ હિટ રહી હતી અને તે હતી અજય દેવગણ સ્ટારર 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર', જેને બોક્સ ઓફિસ પર અંદાજે 280 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કલેક્શન મુજબ 2020ની ટોપ 5 ફિલ્મો

રેન્કફિલ્મરિલીઝ ડેટબોક્સ ઓફિસ કલેક્શન (અંદાજે)
1તાન્હાજી: ધ અનસંગ વોરિયર10 જાન્યુઆરી280 કરોડ રૂપિયા
2બાગી 36 માર્ચ93 કરોડ રૂપિયા
3સ્ટ્રીટ ડાન્સર 3D24 જાન્યુઆરી68 કરોડ રૂપિયા
4શુભ મંગલ જ્યાદા સાવધાન21 ફેબ્રુઆરી61 કરોડ રૂપિયા
5મલંગ7 ફેબ્રુઆરી59 કરોડ રૂપિયા
અન્ય સમાચારો પણ છે...