બોલિવૂડ નેસ્તનાબૂદ થશે?:કરન જોહરે કહ્યું, 'આ રીતના સમાચારો બકવાસ છે, આ માન્યતા ખોટી છે'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાંક સમયથી બોલિવૂડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી બેસ્ટ કોણ છે તેની ચર્ચા થઈ રહી છે. બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મ હિટ જઈ રહી છે તો બોલિવૂડની ફિલ્મ એક પછી એક ફ્લોપ જાય છે. આ જ કારણે એવા સવાલો થવા લાગ્યા કે બોલિવૂડ નેસ્તનાબૂદ થવાની અણી પર છે? આ અંગે હવે કરન જોહરની પ્રતિક્રિયા સામે આવી છે.

કરન જોહરે આ વાતને બકવાસ ગણાવીને કહ્યું હતું કે તે માને છે કે દર્શકોને હવે થિયેટર સુધી લાવવા પડકારરૂપ છે, પરંતુ તે એ વાત ક્યારેય સ્વીકારશે કે નહીં કે બોલિવૂડ નેસ્તનાબૂદ થવાની અણી પર છે. આ વાત બિલકુલ ખોટી છે.

આ બધું બકવાસ છે
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરન જોહરને સવાલ કરવામાં આવ્યો હતો કે બોલિવૂડ શું નેસ્તનાબૂદ થઈ જશે? તો તેણે કહ્યું હતું કે આ બધું બકવાસ છે. સારી ફિલ્મ હંમેશાં ચાલશે. 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ભૂલ ભુલૈયા 2'એ કમાણી કરી જ હતી. 'જુગ જુગ જિયો' પણ સારી ચાલી હતી. જે ફિલ્મ સારી નથી, તે ક્યારેય ચાલી શકે નહીં.

દર્શકોને થિયેટર સુધી લાવવા સરળ નથી
કરને આગળ કહ્યું હતું કે તેને આશા છે કે આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચમક લાવશે. દર્શકોને થિયેટર સુધી લાવવા હવે સરળ નથી. તમારે ટ્રેલર, ફિલ્મ, કેમ્પેન બધું જ એટલું સારું બનાવવું પડશે કે દર્શકો થિયેટર સુધી આવે. તમારે ઘણી જ મહેનત કરવી પડશે. આ એક પડકાર છે અને તેને આવા પડકારો ગમે છે.

'જુગ જુગ જિયો'એ 84 કરોડની કમાણી કરી
કરન જોહરે પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ 'જુગ જુગ જિયો'એ 84 કરોડથી વધુની કમાણી કરી હતી. 'ગંગુબાઈ કાઠિયાવાડી' તથા 'ભૂલ ભુલૈયા 2'એ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. જ્યારે અજય દેવગનની 'રનવે 34', અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ', રણબીર કપૂરની 'શમશેરા' તથા કંગનાની 'ધાકડ' બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી છે. જ્યારે સાઉથની ફિલ્મ 'પુષ્પા', 'RRR', 'KGF 2'એ બોક્સ ઓફિસ સુપરડુપર હિટ રહી છે.

અન્ય સમાચારો પણ છે...