તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રેશન:અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ પ્રેમી સાથે એક વર્ષ પૂરું થતાં વીડિયો શૅર કરીને કહ્યું, 'હું હંમેશાં તને પ્રેમ કરું છું'

મુંબઈ3 મહિનો પહેલા
  • હાલમાં આલિયા પ્રેમી સાથે મુંબઈમાં પપ્પા અનુરાગના ઘરે રહે છે

બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ હાલમાં જ સો.મીડિયામાં બોયફ્રેન્ડ શેન સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આલિયાએ પ્રેમી સાથે એક વર્ષ પૂરું થતાં સેલિબ્રેશન કર્યું હતું. આલિયાએ પોતાના બોયફ્રેન્ડને બેસ્ટ ફ્રેન્ડ કહ્યો હતો. હાલમાં આલિયા પ્રેમી સાથે મુંબઈમાં જ છે.

વીડિયો શૅર કરીને આ વાત કહી
આલિયાએ સ્પેશિયલ મોમેન્ટ્સની તસવીરો પરનો એક મોન્ટાજ વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયો શૅર કરીને આલિયાએ કહ્યું હતું, '365 દિવસ મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે બેસ્ટ કર્યાં. હું દુનિયા માટે બદલી શકું નહીં. મને બિનશરતી પ્રેમ કરવા માટે આભાર અને અન્ય કોઈ વ્યક્ત ના કરી શકે તે રીતે પ્રેમ કરવા માટે આભાર. હું તને હંમેશાં પ્રેમ કરું છું.'

ડેટિંગ એપ પર બંને મળ્યા હતા
આ પહેલાં આલિયાએ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે શેનને ડેટિંગ એપના માધ્યમથી મળી હતી. બે મહિનાની વાતચીત બાદ તેઓ એકબીજાને મળ્યા હતા. તેણે પહેલી જ મુલાકાતમાં શેનને કિસ કરી હતી. આલિયાએ કહ્યું હતું, 'મેં જ શરૂઆત કરી હતી. અમે બે મહિનાની વાતચીત બાદ મળ્યાં હતાં. હું કિસ કરવાની રાહ જોતી હતી.મને લાગે છે કે શેનને એવું હતું કે હું કમ્ફર્ટેબલ નથી. આથી જ અમે જ્યારે વાત કરતાં હતાં ત્યારે જ મેં તેને કિસ કરી હતી. હું ઘણી જ નર્વસ હતી.'

વેકેશન મનાવવા મુંબઈ આવ્યા
આલિયા તથા શેન હાલમાં મુંબઈમાં વેકેશન મનાવી રહ્યાં છે. બંને અનુરાગના ઘરે રહે છે. આલિયાએ શેનને ભારતીય વાનગીઓ ટેસ્ટ કરાવી છે. અનુરાગે દીકરીના પ્રેમીનું ઘરમાં સ્વાગત કર્યું હતું. આલિયાના મતે શેનને ભારતમાં રાઈસ, પનીર તથા અન્ય ઇન્ડિયન ફૂડ આઇટમ ઘણી જ પસંદ આવી હતી.

સો.મીડિયામાં શૅર કરેલાં વીડિયોમાં વધુમાં આલિયાએ કહ્યું હતું કે તમામ વાનગીઓ ઘરમાં જ બનાવવામાં આવી હતી. શેને છોલે ભટૂરે, સોમાસ, ભેળપૂરી, પાણીપૂરી ટેસ્ટ કરી હતી. અનુરાગે આ વીડિયોમાં કહ્યું હતું કે તેને દુઃખ છે કે તે પોતાની તબિયતને કારણે આ તમામ ડિશ ખાઈ શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...