ફિલ્મ રિવ્યૂ:શૂજિત સરકારની ફિલ્મ 'સરદાર ઉધમ'માં વિકી કૌશલ છવાઈ ગયો

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ડિરેક્ટરઃ શૂજિત સરકાર
  • પ્રોડ્યૂસરઃ રોન્ની લહીરી
  • સંગીતઃ શાંતનુ મોઇત્રા
  • કલાકારોઃ વિકી કૌશલ, અમોલ પરાશર, રિતેશ શાહ, બનીતા સંધૂ
  • રેટિંગઃ 3.5/5

વિકી કૌશલ તથા શૂજિત સરકારની 'સરદાર ઉધમ' ટિપિકલ દેશભક્તિ કરતાં અલગ ફિલ્મ છે. આ કોઈ વ્યવસ્થા તથા હુકૂમત વિરુદ્ધની અસલ-વ્યાપક વિચારને રજૂ કરે છે. આ ફિલ્મ અંગ્રેજ હુકૂમતના નરસંહાર, ક્રૂરતા તથા રાજકીય દમનને બતાવે છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બેકડ્રોપમાં આ સરદાર ઉધમસિંહ, ભગત સિંહ વગરેની વીરગાથા તથા વિશ્વકલ્યાણની ઈચ્છાને ઘણી જ સારી રીતે પ્રેરિત કરે છે.

ખરી રીતે, જલિયાંવાલા બાગ નરસંહારના બે મુખ્ય દોષી છે, એક લેફ્ટનન્ટ ગર્વનલ જનરલ માઇકલ ડાયર. તેમણે બાગમાં શાંતિપૂર્વક આંદોલન કરતાં લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. બીજો ઓન ગ્રાઉન્ડ રહેલાં અનેક લોકો પર ફાયર કરનારા જાલંધરના બ્રિગેડિયર જનરલ રેગિનાલ્ડ ડાયર. અંદાજે 25-30 હજાર લોકો પર સૈનિકોએ 1650 રાઉન્ડ ગોળીએ ચાલવી હતી. 379 લોકોના મોત થયા હતા. ફિલ્મના નાયક એટલે કે સરદાર ઉધમ કેવી રીતે ભારતથી લંડન જઈને માઇકલ ઓ ડાયરનો ખાત્મો બોલાવે છે. આ વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે.

ફિલ્મમેકરે માઇકલ ઓ ડાયરનો પક્ષ પણ ફિલ્મમાં બતાવ્યો છે. ડાયર નરસંહાર કર્યા બાદ લંડનમાં જલિયાંવાલા બાગમાં કેમ ફાયરિંગનો ઓર્ડર આપ્યો હોવાની વાતને જસ્ટિફાઇ કરવામાં વ્યસ્ત છે. સરદાર ઉધમ સિંહ ત્યાં છ વર્ષ ઇલીગલીમાં પહોંચવાનો પ્રયાસ કરે છે. તેને કેકસ્ટન હોલ ઉપરાંત અનેક તક મળે છે, જ્યારે તે માઇકલને મારી શકે તેમ હતો. જોકે, તે યોગ્ય તકની રાહ જુએ છે. તે માઇકલની મોતને હત્યાને બદલે વિરોધ તરીકે બતાવવામાં માગતો હતો.

આ ફિલ્મને શુભેન્દુ ભટ્ટાચાર્ય તથા રિતેશ શાહે લખી છે. જલિયાંવાલા બાગ નરસંહાર બ્રિટિશ હુકૂમતની સૌથી કલંકભરી ઘટના છે. ડિરેક્ટર શૂજિત સરકારને DOP(ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી) અવીક મુખ્યોપાધ્યાય, આર્ટ ડિરેક્ટર પ્રદીપ જાધવની સાથે કોસ્ચ્યુમ ડિરેક્ટર તથા બેકગ્રાઉન્ડ સ્કોર કરનારાનો સાથ મળ્યો છે. આ બધાને કારણે દર્શક તે ઘટનાના મૂળ સુધી પહોંચી શક્યો છે. ડર હતો કે કર્મશિયલ બેનિફિટ મેળવવા માટે મેકર્સ ફિલ્મને થ્રિલરનું રૂપ આપી શકશે, પરંતુ મેકર્સ આમ કર્યું નહીં. તે નરસંહારની આસપાસ પ્રામાણિકતાથી કોઈના પણ વખાણ વગર, તે સમયના દસ્તાવેજને રજૂ કર્યો છે.

'મસાન', 'સંજુ', 'ઉરી' પછી વિકી કૌશલ આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે. અનાથ ઉધમ સિંહ સામાન્ય યુવકમાંથી ક્રાંતિકારી યુવક બને છે. અહીંયા તેની શારીરિક તથા માનસિક બંને બાબત બતાવવામાં આવી છે. વિકીએ ઉધમ સિંહને લાઉડ થવા દીધો નથી. 'મસાન'માં 'યે દુઃખ કમ ક્યો નહીં હોતા', 'સંજુ'માં 'તુ ટાઇગર હૈ ટાઇગર', 'ઉરી'માં 'હાઉ ઇઝ ધ જોશ' બોલે છે, જ્યારે આ ફિલ્મમાં 'કોઈ જિંદા હૈ' બોલે છે ત્યારે તેની અલગ જ અસર જોવા મળે છે. અમોલ પરાશરે ભગત સિંહનો પક્ષ મૂક્યો છે. બનિતા સંધુએ સ્ક્રીન સ્પેસ પ્રમાણે કામ ક્યું છે. અંગ્રેજ અધિકારીઓનું કાસ્ટિંગ સારું છે.

આ ફિલ્મ હાલના ખેડૂત આંદોલ તથા સત્તાની પોતાની દલીલો વચ્ચે પ્રાસંગિક છે. બંને પક્ષની સામે સવાલો મૂકે છે કે વિરોધ તથા દમનની યોગ્ય રીત શું છે? આ માટે તેમણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તેમની સામે ઉધમ સિંહ, ભગત સિંહ અને અંગ્રેજોની મોડસ ઓપરેન્ડી છે.