તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બિહાર-ઉત્તર પ્રદેશ બોર્ડરના બક્સરમાં ગંગા કિનારે તરતી લાશો મળી, ફરહાન અખ્તર-પરિણીતી ચોપરા સહિતના સેલેબ્સે પોસ્ટ શૅર કરીને દુઃખ-ચિંતા વ્યક્ત કરી

મુંબઈ3 મહિનો પહેલા

દેશમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવી દીધો છે. રોજ હજારો લોકો વાઈરસથી મોતને ભેટી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે બિહારમાં ગંગા નદીમાં અનેક અર્ધ બળેલી લાશ તરતી જોવા મળી હતી. આ લાશોના અનેક વીડિયો તથા તસવીરો સો.મીડિયામાં સામે આવી છે. દેશની આ ભયાવહ સ્થિતિ પર શેખર સુમન, ફરહાન અખ્તર, પરિણીતી ચોપરા, ઉર્મિલા માતોંડકર સહિતના સેલેબ્સે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને દુઃખ તથા ચિંતા વ્યક્ત કરી છે.

ભગવાન પ્લીઝ, અમે આ તબાહીથી બચાવો

શેખર સુમને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, શંકાસ્પદ કોરોના ગ્રસ્તોની 150થી વધુ અર્ધ બળેલી લાશો બિહારમાં ગંગા નદીમાં તરતી મળી આવી છે. જો આ પ્રલય નથી છે તો શું છે. આપણે આને લાયક નથી. આ બહુ જ ભયાવહ છે. ભગવાન પ્લીઝ અમને આ તબાહીથી બચાવો.

ઉર્મિલા માતોંડકરે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હું અંધકારને સવાર કેવી રીતે કહું, હું આ દૃશ્યોને અંધ બનીને જોઈ ના શકું. 100થી વધુ શબ ગંગામાં નાખી દીધા. દુઃખદ, ક્રૂર, અમાનવીય, વિશ્વાસ નથી. ઓમ શાંતિ. #IndiaCovidCrisis।"

દિવ્યેન્દુ શર્માએ કહ્યું, શબોને ગંગા નદીમાં જોવામાં આવ્યા. આપણે ક્યાંથી ક્યા આવી ગયા..આપણાં મોટાભાગના રાજ્યોની જેમ, હવે બિહાર પણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે આપાતકાલીન સ્થિતિમાં છીએ.

પરિણીતી ચોપરાએ કહ્યું હતું, આ પરિસ્થિતિ આપણી માનવતામાં છુપાયેલી ક્રૂર રૂપને બહાર લાવી રહી છે. નદીમાં તરતી લાશો પણ એક સમયે જિંદગી હતી. જે એક સમયે જીવતી હતી. તે કોઈની માતા, દીકરી, પિતા તથા પુત્ર હતો. તમને કેવું લાગે જ્યારે તમે નદીના કિનારે આ અવસ્થામાં તમારી માતાને તરતા જુઓ તો? વિચારી પણ શકતા નથી. રાક્ષસ.

ફરહાને કહ્યું હતું, અનેક તરતી લાશો અને નદીની તટ પર મળેલી આ લાશોના સમાચારો દિલ તોડી નાખનારા છે. આ વાઈરસને તો કોઈને કોઈ દિવસે હરાવી દઈશું, પરંતુ આપણી સિસ્ટમમાં જે નિષ્ફળતા છે, તેના માટે કોઈ જવાબદાર છે કે નહીં, ત્યાં સુધી આ મહામારીનું ચેપ્ટર પૂરું થશે નહીં.

તંત્રે કહ્યું, ઉત્તર પ્રદેશથી વહીને શબો આવ્યા
વાસ્તવમાં, કોરોનાને કારણે જીવ ગુમાવનાર લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાન તથા કબ્રસ્તાનમાં જગ્યા મળી નહીં. આની સૌથી ભયાનક તસવીર બિહારની બક્સર સામેની છે. ઉત્તર પ્રદેશની બોર્ડર પર આવેલા આ જિલ્લામાં હાલમાં અનેક લાશો ગંગા નદીના કિનારે તરતી જોવા મળી હતી. બક્સર કેન્દ્રીય સ્વાસ્થય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેનું સંસદીય ક્ષેત્ર છે. જોકે, તંત્રનું કહેવું છે કે આ શબ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) તથા વારાણસીથી તરતી તરતી અહીંયા આવી છે.