તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવામા આતંકી હુમલાની બીજી વરસી:બોલિવૂડ સેલેબ્સે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી, અક્ષય કુમારે કહ્યું- 'આપણે હંમેશાં તેમના સર્વોચ્ચ બલિદાનના ઋણી રહીશું'

મુંબઈ11 દિવસ પહેલા

14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાને 2 વર્ષ થઈ ગયા. આખો દેશ વીર જવાનોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ દેશ માટે શહીદ થયેલા જવાનોને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

અક્ષય કુમારે કહ્યું હતું, 'પુલવામા અટેકમાં શહીદ થયેલા આપણાં વીરોને યાદ કરી રહ્યો છું. આપણે હંમેશાં તેમના સર્વોચ્ચ બલિદાનના ઋણી રહીશું.'

રિતેશ દેશમુખે પોસ્ટ કર્યું હતું, 'આપણને સલામત રાખવા માટે પુલવામા હુમલામાં પોતાનો જીવ ગુમાવી દીધો તે બહાદુર જવાનોના સન્માનમાં મારું માથું ઝૂકાવું છું. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં. આપણે આપણાં સશસ્ત્ર દળોની સાથે ઊભા છીએ. જય હિંદ'

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, 'પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળે.'

કાર્તિક આર્યને પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું, 'બે વર્ષ પહેલાં આજના જ દિવસે આપણાં 40 જવાનો શહીદ થયા હતા. તેમના પરિવાર પ્રત્યે સાંત્વના. આપણે હંમેશાં તેમના ઋણી રહીશું.'

ફિલ્મમેકર મધુર ભંડારકરે કહ્યું હતું, 'પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને સત સત નમન. ભારત હંમેશાં તેમના બલિદાનને યાદ રાખશે.'

રાજકુમાર રાવે સો.મીડિયામાં કહ્યું હતું, 'આપણાં તમામ શહીદ ભાઈઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.'

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું, 'આ દિવસે પોતાના જીવ ગુમાવનાર શહીદોને સલામ.'

વરુણ ધવનની સો.મીડિયા પોસ્ટ

બે વર્ષ પહેલાં પુલવામા આતંકી હુમલો થયો હતો
14 ફેબ્રુઆરી 2019નાં રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે CRPFના જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક બસને બોમ્બથી ઉડાવી હતી. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. તો અનેક જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાને જૈશના આતંકીઓએ પાકિસ્તાનના ISI સાથે મળીને અંજામ આપ્યો હતો. NIAએ 19 લોકોની આ હુમલાના ષડયંત્ર રચવાના આરોપી બનાવ્યા હતા, જેમાં 6ને સેનાએ અથડામણમાં ઠાર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો