વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ:રણબીર-દીપિકા, અક્ષય-શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ- જ્હોન અબ્રાહમ સહિત, આ બોલિવૂડ સેલેબ્સે પ્રેમ કોઈ બીજાને કર્યો અને લગ્ન કોઈ બીજા સાથે કર્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વેલેન્ટાઇન્સ ડે છે. પ્રેમના પર્યાય સમો આ દિવસ વિશ્વભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રેમનો એકરાર કરે છે અને ઘણા પ્રેમ મેળવવાની ખુશી સેલિબ્રેટ કરે છે. બોલિવૂડના કેટલાય સ્ટાર્સ જેમના પ્રેમની એક સમયે ચારેય તરફ ચર્ચા થઈ રહી હતી, પરંતુ તેમના પ્રેમને મંજિલ ન મળી શકી. જાણો બોલિવૂડના એ સ્ટાર્સ જેમણે વેલેન્ટાઇન્સ ડે તો સાથે સેલિબ્રેટ કર્યો, પરંતુ લગ્ન કોઈ બીજાની સાથે કરી લીધાં.

રણબીર કપૂર-દીપિકા પાદુકોણ

ફિલ્મ ‘બચના એ હસીનો’ ના સેટ પર દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર એકબીજાને ડેટ કરવા લાગ્યાં હતાં. તે પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. આટલું જ નહીં, એ દિવસોમાં બન્નેની લવસ્ટોરી મીડિયામાં ચર્ચામાં રહેતી હતી અને એમના વિશે ઘણી વાતો પણ કરવામાં આવતી હતી. જો કે થોડા સમયમાં આ કપલનું બ્રેકઅપ થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરને કેટરિના ગમતી હતી, જેના કારણે તેણે દીપિકાને છોડી દીધી.

રણબીર કપૂર- કેટરિના કૈફ​​​​​​​

કેટ અને રણબીર વચ્ચે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’થી એક મિત્રતાના સંબંધોની શરૂઆત થઈ હતી. ત્યારબાદ બંને જણાં ‘રાજનીતિ’ ફિલ્મમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. કેટ અને રણબીર વચ્ચે વધતી નિકટતાના કારણે જ રણબીર અને દીપિકાના પ્રેમ સંબંધનો અંત આવ્યો. રણબીર કપૂર-કેટરિના કૈફ સાત વર્ષ સુધી એક બીજા સાથે રિલેશનમાં રહ્યાં. 2016માં બંને અલગ થઈ ગયાં. કહેવામાં આવે છે કે કેટરિનાને રણબીર અને દીપિકાની મિત્રતા પસંદ નહોતી અને ઋષિ કપૂર અને નીતુ કપૂર કેટરિનાને પસંદ નહોતા કરતાં. બંને છેલ્લે ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં સાથે જોવા મળ્યા હતા. રણબીર અત્યારે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. આ વર્ષે એપ્રિલમાં બંને લગ્ન કરે તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કેટરીના કૈફે વિકી કૌશલ સાથે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી લીધાં.

બિપાશા બાસુ- જ્હોન અબ્રાહમ​​​​​​​​​​​​​​

બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. બંનેએ એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યાં અને લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યાં હતાં. બંનેનું પ્રેમપ્રકરણ હંમેશાં ચર્ચામાં હતું. જોકે જ્યારે પ્રિયા રુંચાલ સાથેના સંબંધોની વાત સામે આવી ત્યારે બિપાશા બાસુએ આ સંબંધ તોડી નાખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિપાશાને ડેટ કરતી વખતે જ્હોન અબ્રાહમ પ્રિયા રૂંચાલને પણ ડેટ કરી રહ્યો હતો. જ્હોન અબ્રાહમે પ્રિયા રૂંચાલ સાથે વર્ષ 2014માં લગ્ન કર્યાં હતાં. જ્યારે બિપાશા બાસુ કરણ ગ્રોવરની સાથે પરણી ગઈ. હાલ તેઓ બંને પોતાનાં લગ્નજીવનમાં ખુશ છે.

કરન પટેલ- કામ્યા પંજાબી

'યે હૈ મોહબ્બતેં' ફૅમ કરન પટેલ હાલમાં તો હેપીલી મેરિડ લાઈફ પસાર કરી રહ્યો છે. તેણે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કર્યાં છે અને તેમને એક દીકરી પણ છે. જોકે, કરન પટેલે લગ્ન કર્યાં તે પહેલાં તેના સંબંધો ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી સાથે હતાં. બંને લગ્ન પણ કરવાનાં હતાં. જોકે, કરને કામ્યાને જાણ કર્યા વગર જ બ્રેકઅપ કરી નાખ્યું અને અંકિતા સાથે લગ્ન કરી લીધાં હતાં.

કૃષ્ણા અભિષેક-કાશ્મીરા શાહ

કૃષ્ણા અભિષેકે પણ પોતાની પાર્ટનર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. કૃષ્ણા-કશ્મીરા શાહ સાત વર્ષ લિવ ઈનમાં રહ્યાં હતાં અને પછી બંનેએ લગ્ન કર્યાં હતાં. 2017માં તેઓ જોડિયાં બાળકોના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, ઘણાંને ખ્યાલ નથી કે કાશ્મીરા સાથે લગ્ન કરે તે પહેલાં કૃષ્ણાના સંબંધો તનુશ્રી દત્તા સાથે હતા. જોકે, કરિશ્માને આ વાતની જાણ થઈ ગઈ હતી અને તેણે કૃષ્ણાને અલ્ટિમેટમ આપી દીધું હતું. ત્યારબાદ કૃષ્ણા-કાશ્મીરાએ ટૂંક સમયમાં જ લગ્ન કરી લીધાં હતાં.

અક્ષય કુમાર- રવીના ટંડન​​​​​​​​​​​​​​

એક સમય હતો જ્યારે અક્ષય કુમાર અને રવીના ટંડનના પ્રેમની ચર્ચા ચારેય તરફ થતી હતી. ફિલ્મ ‘મોહરા’થી બંનેની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. અક્ષય કુમાર અને રવીના ટંડને એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યાં અને લગ્ન સુધી વાત પહોંચી ગઈ હતી. બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. રવીનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષય તેની સાથે રિલેશનશિપમાં હતો ત્યારે શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરી રહ્યો હતો. જેની ખબર પડતાં રવીનાએ અક્ષય સાથે બ્રેકઅપ કરી લીધું. તેના પછી રવીનાએ અનિલ થડાણી સાથે લગ્ન કરી લીધાં.

અક્ષય કુમાર- શિલ્પા શેટ્ટી​​​​​​​​​​​​​​

1994માં 'મૈં ખિલાડી તુ અનાડી'ના સેટ પર શિલ્પા તથા અક્ષય વચ્ચે સંબંધો બંધાયા હતાં. જોકે, થોડા સમય બાદ બંનેના સંબંધો તૂટી ગયા હતાં. એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનું દિલ ફક્ત એકબીજા માટે ધબકતું હતું. 'ધડકન' ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે અક્ષયનું દિલ શિલ્પાની નજીકની મિત્ર ટ્વિંકલ ખન્ના પર આવી ગયું. તેનાથી શિલ્પા શેટ્ટી ખુશ નહોતી. ત્યારબાદથી જ બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. મીડિયામાં આપેલા ઈન્ટરવ્યુમાં શિલ્પાએ કહ્યું હતું કે, અક્ષયે મારો ઉપયોગ કર્યો છે. આ બ્રેકઅપ માટે તે ટ્વિંકલ ખન્નાને જવાબદાર માને છે. અક્ષય કુમારે બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યાં તો શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...