તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સનું એજ્યુકેશન:અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનથી લઈને પરિણીતી ચોપરા સુધી, આ છે બોલિવૂડના સૌથી એજ્યુકેટેડ સેલેબ્સ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ફિલ્મોમાં ક્યારેક ડોક્ટર્સ તો ક્યારેક બિઝનેસમેનનો રોલ પ્લે કરનારા એક્ટર્સ અસલી જિંદગીમાં પણ મોટી- મોટી ડિગ્રી લઈને બેઠા છે. આવો જાણીએ કોણ છે બોલિવૂડમાં સૌથી વધુ ભણેલા સેલેબ્સ...

પરિણીતી ચોપરા

એજ્યુકેશન- બિઝનેસ, ઇકોનોમિક્સ, ફાયનાન્સમાં ટ્રિપલ ગ્રેજ્યુએશન, માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ, લંડન

ફિલ્મ 'લેડીઝ vs રિકી બહલ'થી બોલિવૂડ ડેબ્યુ કરનારી પરિણીતી ચોપરા અદભુત એક્ટ્રેસ બનતા પહેલાં અદભુત સ્ટુડન્ટ પણ રહી છે. અંબાલાની કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા બાદ પરિણીતીએ લંડનમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. એક્ટ્રેસ પાસે ઇકોનોમિક્સ, બિઝનેસ અને ફાયનાન્સની ડિગ્રી છે. ધ હિન્દૂને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પરિણીતીએ જણાવ્યું કે તેને ભણવામાં ઘણો રસ છે. તે એક્ટ્રેસ બનતા પહેલાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા ઇચ્છતી હતી.

અમિતાભ બચ્ચન

એજ્યુકેશન- ડોક્ટરેટ ડિગ્રી, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યા બાદ નૈનિતાલની શેરવુડ કોલેજથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ત્યારબાદ તેમણે કિરોડીમલ કોલેજથી આર્ટસ અને સાયન્સની ડિગ્રી પણ મેળવી. એક્ટર બન્યા બાદ બિગ બીને ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી આપવામાં આવી છે. અમિતાભ હંમેશાં ભણતરમાં સારું પરફોર્મ કરતા રહ્યા છે.

પ્રીતિ ઝિન્ટા

એજયુકેશન- પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન ક્રિમિનલ સાયકોલોજી

પ્રીતિ ઝિન્ટાએ સ્કૂલિંગ સિમલાની કોન્વેન્ટ સ્કૂલમાં કર્યું. ઇંગ્લિશ ઓનર્સમાં ડિગ્રી મેળવ્યા પછી પ્રીતિએ સાઇકોલોજીનું સ્ટડી કર્યું. ગ્રેજ્યુએશન બાદ એક્ટ્રેસે ક્રિમિનલ સાઇકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. એક્ટ્રેસ હંમેશાંથી ભણતરમાં આગળ હતી, પણ ત્યારબાદ તેણે મોડલિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો.

વિદ્યા બાલન

એજ્યુકેશન- માસ્ટર્સ ઈન સોશિયોલોજી, મુંબઈ

વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ શકુંતલા દેવીમાં મેથ્સ એક્સપર્ટનો રોલ પ્લે કરનારી વિદ્યા બાલન અસલી જિંદગીમાં પણ ભણવામાં હોશિયાર હતા. સ્કૂલ દરમ્યાન જ વિદ્યાએ 'હમ પાંચ' શોથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. એક્ટિંગ કરિયર શરૂ હોવા છતાં વિદ્યાએ ભણવા માટે એક્ટિંગથી બ્રેક લીધો અને સેન્ટ ઝેવિયર કોલેજમાં સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. આ સાથે જ એક્ટ્રેસે મુંબઈ યુનિવર્સિટીમાં સોશિયોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી.

અમિષા પટેલ

એજયુકેશન- ગ્રેજ્યુએશન ઈન ઇકોનોમિક્સ, યુનાઇટેડ સ્ટેટ્સ

'કહો ન પ્યાર હૈ' ફિલ્મમાં ક્યૂટ દેખાતી અમિષા પટેલ ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. એક્ટ્રેસે બાયોજેનેટિક એન્જિનિયરિંગ કર્યું છે, તેના બે વર્ષ બાદ ઇકોનોમિક્સનું સ્ટડી શરૂ કર્યું. વર્ષ 1992-93માં સ્કૂલિંગ દરમ્યાન અમિષા કેથિડ્રલ એન્ડ જોન કેનન સ્કૂલ, મુંબઈની હેડ ગર્લ પણ રહી છે.

શાહરુખ ખાન

એજ્યુકેશન- ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ, હંસરાજ કોલેજ

બોલિવૂડનો શહેનશાહ શાહરુખ ખાન હંમેશાંથી જ ભણતરમાં હોશિયાર હતો. સ્કૂલિંગ સેન્ટ કોલંબસ સ્કૂલથી કર્યું છે. સ્કૂલમાં સારું પરફોર્મ કરવા માટે તેને સ્વોર્ડ ઓફ ઓનર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શાહરુખે હંસરાજ કોલેજથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન લીધું હતું. પીજી દરમ્યાન જ શાહરુખે પ્લે ગ્રુપમાં એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી જેનાથી તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન અધૂરું રહી ગયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો