તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ્સના મોંઘા ડિવોર્સ:સૈફ અલી ખાને અમૃતા સિંહને 5 કરોડ રૂપિયા આપ્યા હતા તો કરિશ્મા કપૂરે પતિ પાસેથી 14 કરોડ લીધા હતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમિર ખાને પહેલી પત્નીને ડિવોર્સ બદલ 50 કરોડ રૂપિયા આપ્યા હતા

હાલમાં જ આમિર ખાને બીજીવાર ડિવોર્સ લેવાની વાત કરી હતી. આમિર ખાને બીજા લગ્ન 2005માં કિરણ રાવ સાથે કર્યાં હતાં. 3 જુલાઈ, 2021ના રોજ આમિર તથા કિરણ સંયુક્ત નિવેદન બહાર પાડીને હવે તેઓ પતિ પત્ની તરીકે નહીં, પરંતુ પરિવાર તરીકે સાથે રહેશે. આમિર ખાને પહેલી પત્ની રીના દત્તાને 2002માં ડિવોર્સ આપ્યા હતા. તે સમયે આમિરે પહેલી પત્નીને 50 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા હતી. જોકે, માત્ર આમિર જ નહીં, પરંતુ બોલિવૂડના ઘણાં સેલેબ્સે એલિમનિ તરીકે કરોડો રૂપિયા આપ્યા છે.

સૈફ અલી ખાન-અમૃતા સિંહ

સૈફ અલી ખાને 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 13 વર્ષના લગ્નજીવન બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. 2004માં બંને અલગ થયા હતા. 2005માં એક ઈન્ટરવ્યૂમાં સૈફે કહ્યું હતું કે તેણે અમૃતાને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત તે દર મહિને દીકરો 18 વર્ષનો ના થાય ત્યાં સુધી એક લાખ રૂપિયા આપશે. સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. સૈફ તથા અમૃતાને દીકરી સારા અલી ખાન તથા દીકરો ઇબ્રાહીમ અલી ખાન છે.

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્માએ 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. 13 વર્ષ બાદ બંનેના ડિવોર્સ થયા હતા. સૂત્રોના મતે, સંજય કપૂરે મુંબઈના ખાર સ્થિત આવેલું પિતાનું ઘર કરિશ્માના નામે કર્યું હતું. આ ઉપરાંત બાળકોના નામ પર 14 કરોડ રૂપિયા મૂક્યા છે. આ બોન્ડનું વ્યાજ દર મહિને 10 લાખ રૂપિયા આવે છે. કરિશ્મા તથા સંજયને એક દીકરી સમાયરા તથા દીકરો કિઆન રાજ કપૂર છે.

ફરહાન અખ્તર-અધુના

ફરહાને વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. 2017માં બંનેના ડિવોર્સ થયા હતા. ફરહાને દર મહિને એલિમનિની વ્યવસ્થા કરી નહોતી. તેણે વન ટાઈમ એલિમનિ આપી દીધી હતી. જોકે, તેણે કેટલી રકમ આપી તે વાત બહાર આવી નથી. ફરહાને અધુનાને 'વિપસાના' બંગલો આપ્યો છે. બંનેને બે દીકરીઓ છે.

અરબાઝ ખાન-મલાઈકા અરોરા

પાંચ વર્ષના ડેટિંગ બાદ 1998માં મલાઈકા તથા અરબાઝે લગ્ન કર્યાં હતાં. લગ્નના 13 વર્ષ બાદ બંને અલગ થી ગયા હતા. અરબાઝે મલાઈકાને 10-15 કરોડ રૂપિયા આપ્યા હતા.

પ્રભુદેવા તથા રામલથા

ડિરેક્ટર, કોરિયોગ્રાફર તથા એક્ટર પ્રભુદેવાએ વર્ષ 1995માં રામલથા સાથે લગ્ન કર્યાં હતાં. 2010માં બંને અલગ થયા હતા. સૂત્રોના મતે, પ્રભુદેવાએ પત્નીને એક બંગલો તથા બે ફ્લેટ આપ્યા હતા. આ ઉપરાંત 2 કાર તથા 10 લાખ રૂપિયા આપ્યા હતા. ત્રણેય ઘરની કિંમત અંદાજે 20-25 કરોડ રૂપિયા છે.

સંજય દત્ત-રેહા પિલ્લાઈ​​​​​​​

સંજય દત્ત તથા રેહા પિલ્લાઈએ 1998માં લગ્ન કર્યાં હતાં. બંને 2008માં અલગ થઈ ગયા હતા. સૂત્રોના મતે સંજય દત્તે બાંદ્રામાં આઠ કરોડનો ફ્લેટ તથા લક્ઝૂરિયસ કાર આપી હતી.

રીતિક રોશન-સુઝાન ખાન

રીતિક તથા સુઝાને વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. લગ્નના 14 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. ચર્ચા હતી કે સુઝાને એલિમનિ તરીકે 400 કરોડ રૂપિયા માગ્યા હતા. જોકે, અંતે 380 કરોડમાં સેટલમેન્ટ થયું હતું. જોકે, રીતિકે સો.મીડિયામાં આ વાત ખોટી હોવાનું કહ્યું હતું.

આદિત્ય ચોપરા-પાયલ ખન્ના​​​​​​​

આદિત્ય ચોપરાએ પાયલ ખન્ના સાથે 2001માં લગ્ન કર્યાં હતાં. 2009માં બંને અલગ થઈ ગયા હતા. ચર્ચા હતી કે આદિત્યે 50 કરોડ રૂપિયા પાયલ ખન્નાને આપ્યા હતા. આદિત્યે 2014માં બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી સાથે લગ્ન કર્યાં છે.