તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડના અટપટા પ્રેમસંબંધો:બોલિવૂડમાં લિવ ઇનમાં 'ટેસ્ટ' કર્યા પછી પરણવાનું વળગણ, કેટલાંકના લગ્ન થયા, કેટલાંક છૂટા પડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • જ્હોન અબ્રાહમ-બિપાશા બાસુથી લઈ ફરહાન અખ્તર-શિબાની દાંડેકર સહિતના સેલેબ્સ લિવ ઇનમાં રહ્યાં છે.
  • કે એલ રાહુલ તથા અથિયા શેટ્ટી ઇંગ્લેન્ડમાં સાથે જ રહે છે.

થોડાં સમય પહેલાં જ કેટરીના કૈફ તથા વિકી કૌશલની સગાઈની ચર્ચા થઈ હતી. જોકે, પછીથી કેટરીના કૈફની ટીમ તથા વિકી કૌશલના પિતાએ કોઈ સગાઈ થઈ નથી, તેવી ચોખવટ કરવી પડી હતી. બોલિવૂડમાં સગાઈની અફવા ઉડવી સામાન્ય વાત છે. વિકી કૌશલ તથા કેટરીના કૈફ એકબીજાના પ્રેમમાં હોવાની વાતો ઘણાં સમયથી થાય છે. વિકીની કાર અવારનવાર કેટરીના કૈફના ઘરની બહાર જોવા મળે છે. જોકે, બંને લિવ ઈનમાં રહેતા નથી. બોલિવૂડના જાણીતા સેલેબ્સે લિવ ઇનમાં રહીને પછી સગાઈ કરીને લગ્ન કર્યા છે તો ઘણાં કપલ લિવ ઇનમાં રહ્યા બાદ અલગ પણ થઈ ગયા છે. આજે આપણે આવા જ કેટલાંક કપલ વિશે વાત કરીશું.

સુશાંત સિંહ રાજપૂત-અંકિતા લોખંડે-રિયા ચક્રવર્તી
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ટીવી સિરિયલ 'પવિત્રા રિશ્તા'થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં લીડ એક્ટ્રેસનો રોલ અંકિતા લોખંડેએ ભજવ્યો હતો. સેટ પર જ સુશાંત તથા અંકિતા વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા અને પછી બંને લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. બંને છ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા અને પછી તેમના સંબંધો તૂટી ગયા હતા.

અંકિતા લોખંડેથી અલગ થયા બાદ સુશાંતનું નામ સારા અલી ખાન, ક્રિતિ સેનન સાથે જોડાયું હતું. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂત એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યો હતો. જોકે, સુશાંત ગયા વર્ષે 14 જૂનના રોજ પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ભાડાના મકાનમાં મૃત મળી આવ્યો હતો. રિયા 8 જૂનના રોજ પોતાનો બધો સામાન લઈને ઘરે જતી રહી હતી.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તથા બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વચ્ચેના સંબંધો જગજાહેર હતા. જોકે, શરૂઆતમાં આ બંનેએ પોતાના સંબંધો સ્વીકાર્યા નહોતા અને પોતાને માત્ર ખાસ મિત્રો ગણાવ્યા હતા. 11 ડિસેમ્બર, 2017ના રોજ ઈટલીમાં લગ્ન કર્યા એ પહેલાં અનુષ્કા તથા વિરાટ મુંબઈમાં થોડો સમય લિવ ઇનમાં રહ્યા હતા. ઈટલીમાં જ અનુષ્કા તથા વિરાટે પહેલાં સગાઈ કરી હતી અને પછી લગ્ન કર્યા હતા. અનુષ્કા તથા વિરાટ આ વર્ષે જાન્યુઆરીમાં દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા છે.

ટાઈગર શ્રોફ-દિશા પટની

ટાઈગર શ્રોફ તથા દિશા પટનીએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. જોકે, બંને દરેક ઈવેન્ટમાં સાથે જ જોવા મળે છે. આટલું જ નહીં બંને વેકેશન મનાવવા પણ સાથે જાય છે. આ ઉપરાંત લૉકડાઉનમાં દિશા પટની શ્રોફ પરિવારની સાથે રહી હોવાની પણ ચર્ચા હતી.

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ

દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ ક્યારેય લિવ ઈનમાં રહ્યા નથી. શરૂઆતમાં બંનેએ પોતાના સંબંધો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પછીથી બંનેએ આ સંબંધને ક્યારેય છુપાવ્યો નહોતો. દીપિકા તથા રણવીરે 2018માં ઈટલીમાં લગ્ન કર્યા હતા.

પ્રિયંકા ચોપરા-નિક જોનસ

પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલાં પ્રિયંકા, નિકની ટૂરમાં સાથે જતી હતી. પ્રિયંકાએ ભારતમાં જ સગાઈ કરી હતી અને 2018માં જોધપુરમાં લગ્ન કર્યા હતા.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

બોલિવૂડ એક્ટર તથા પ્રોડ્યૂસર ફરહાન અખ્તરે વર્ષ 2000માં હેર સ્ટાઇલિસ્ટ અધુના સાથે ત્રણ વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. જોકે, 2016માં બંનેના ડિવોર્સ થયા હતા. અધુના પાસે બંને દીકરીઓની કસ્ટડી છે. 2018માં ફરહાને પ્રેમિકા શિબાની દાંડેકર સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ફરહાન તથા શિબાની લિવ ઇનમાં રહે છે.

અભય દેઓલ-પ્રીતિ દેસાઈ

બોલિવૂડ એક્ટર અભય દેઓલે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તે પોતાની પ્રેમિકા પ્રીતિ દેસાઈ સાથે લિવ ઇનમાં રહેતો હતો. પ્રીતિ દેસાઈ એક મોડલ છે અને તે મિસ ગ્રેટ બ્રિટનની વિનર પણ છે. જોકે, આ સંબંધ લાંબો ટક્યો નહીં અને બંને અલગ થઈ ગયા હતા.

આમિર ખાન-કિરણ રાવ

આમિર ખાનને પહેલી પત્ની રીના દત્તાને ડિવોર્સ આપ્યા બાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પહેલાં આમિર ખાન તથા કિરણ રાવ દોઢ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા. જોકે, આમિરે લગ્નના 15 વર્ષ બાદ કિરણ રાવને ડિવોર્સ આપ્યા છે.

આઈરા ખાન

આઈરા ખાન પણ પિતાના નક્શે કદમ પર જ ચાલી રહી છે. આઈરા ખાન પ્રેમી નુપૂર શિખરે સાથે લિવ ઇનમાં રહે છે. આઈરા તથા નુપૂર સો.મીડિયામાં અવારનવાર એકબીજાની તસવીરો શૅર કરે છે. નુપૂર શિખરે આમિર ખાનનો ફિટનેસ ટ્રેઇનર છે.

સૈફ અલી ખાન-કરીના કપૂર

બોલિવૂડના રોયલ કપલ સૈફ અલી ખાન તથા કરીના કપૂર પણ લગ્ન પહેલાં લિવ ઇનમાં રહેતા હતા. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. કરીના તથા સૈફે ક્યારેય તેમના સંબંધો છુપાવ્યા નહોતાં. આટલું જ નહીં કરીના તથા સૈફ બંનેએ એ વાત સ્વીકારી હતી કે બંને લિવ ઇનમાં રહે છે. કરીનાએ 2016માં દીકરા તૈમુરને તથા 2021માં દીકરા જેહને જન્મ આપ્યો હતો.

કુનાલ ખેમુ-સોહા અલી ખાન

ભાઈ સૈફની જેમ જ સોહા અલી ખાન પણ પ્રેમી કુનાલ સાથે લિવ ઇનમાં રહેતી હતી. કુનાલ તથા સોહાએ ક્યારેય પોતાના સંબંધો છૂપાવ્યા નથી. કુનાલ તથા સોહા તથા કુનાલ ત્રણથી ચાર વર્ષ લિવ ઇનમાં રહ્યા હતા. ત્યારબાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા. 2017માં સોહાએ દીકરીને જન્મ આપ્યો હતો.

જ્હોન અબ્રાહમ-બિપાશા બાસુ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ તથા બિપાશા બાસુના સંબંધો જગજાહેર છે. બિપાશા તથા જ્હોને ઇન્ટરવ્યૂમાં એ વાત સ્વીકારી હતી કે તેઓ નવ-નવ વર્ષ લિવ ઇનમાં રહ્યા હતા. જોકે, બંને 2011માં હંમેશના માટે અલગ થઈ ગયા હતા. જ્હોન બેંકર પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરીને સેટલ થઈ ગયો તો બિપાશાએ એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે.

રણબીર કપૂર-કેટરીના કૈફ-આલિયા ભટ્ટ
હાર્ટ થ્રોબ રણબીર કપૂર તથા કેટરીના કૈફ વચ્ચેના સંબંધોની જાણ ભાગ્યે જ કોઈને નહીં હોય. ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ સમયે રણબીર કપૂરના સંબંધો દીપિકા પાદુકોણ સાથે હતા. જોકે, દીપિકાને વિશ્વાસઘાત આપીને રણબીરે કેટરીના સાથે સંબંધો બાંધ્યા હતા. કેટરીના તથા રણબીર દોઢેક વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા હતા. રણબીરની બહેન કરીના કપૂરે તો કેટરીનાને ભાભી પણ કહી હતી. બંનેના લગ્નની પણ ચર્ચા થવા લાગી હતી. જોકે, પછી રણબીર અને કેટરીના અલગ થઈ ગયા હતા.

કેટરીનાથી અલગ થયા બાદ રણબીરનું નામ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે જોડાયું છે. આલિયા તથા રણબીરે એકબીજા સાથેના સંબંધોનો સ્વીકાર પણ કરી લીધો છે. આલિયા પ્રેમી રણબીરના ઘરમાં જ લિવ ઇનમાં રહે છે. રણબીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના ના આવ્યો હોત તો તેણે ક્યારના આલિયા સાથે લગ્ન કરી લીધા હોત.

કોંકણા સેન શર્મા-રણવીર શૌરી

રણવીર શૌરી તથા કોંકણા સેન શર્મા લિવ ઇનમાં રહ્યા હતા. કોંકણાએ લગ્ન કર્યા તે પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી. તેણે 2010માં લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના બાદ કોંકણાએ દીકરાને જન્મ આપ્યો હતો. 2015માં બંને અલગ થઈ ગયા હતા. 2020માં કોંકણા તથા રણવીરે ડિવોર્સ લીધા હતા.

અનુરાગ કશ્યપ-કલ્કી કેકલાં

2011માં અનુરાગ કશ્યપ તથા કલ્કી કેકલાંએ લગ્ન કર્યાં તે પહેલાં બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, 2013માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ કલ્કી ઈઝરાયલી ક્લાસિકલ પિઆનિસ્ટ ગાઈ હર્શબર્ગ સાથે લિવ ઇનમાં રહે છે. બે વર્ષ પહેલાં એટલે કે 2019માં કલ્કીએ દીકરીને જન્મ આપ્યો હતો. કલ્કીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને લગ્નની કોઈ જ ઉતાવળ નથી.

અથિયા શેટ્ટી-કે એલ રાહુલ

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી તથા એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કે એલ રાહુલ વચ્ચે ખાસ્સા સમયથી અફેર છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હાલમાં ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ક્રિકેટ સિરીઝ રમી રહ્યું છે. કે એલ રાહુલે BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ને આપેલા ડોક્યુમેન્ટમાં અથિયા શેટ્ટીનો ઉલ્લેખ પાર્ટનર તરીકે કર્યો છે. અથિયા પણ કે એલ રાહુલ સાથે ઇંગ્લેન્ડમાં છે અને અહીંયા બંને સાથે જ રહે છે.

રાજકુમાર રાવ-પત્રલેખા

રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં 8 વર્ષથી લિવ ઇનમાં રહે છે. કરન જોહરના શો 'કૉફી વિથ કરન'માં રાજકુમારે કહ્યું હતું કે તે હજી પણ પોતાને બાળક સમજે છે અને તે લગ્ન માટે હજી તૈયાર નથી.

કંગના રનૌત-આદિત્ય પંચોલી

એક્ટ્રેસ કંગના રનૌતે બોલિવૂડમાં નવી નવી એન્ટર થઈ ત્યારે તેના સંબંધો આદિત્ય પંચોલી સાથે હતા. આદિત્ય પંચોલી તથા કંગના સાડા ચાર વર્ષ સુધી સાથે રહ્યા હતા. જોકે, અલગ થયા બાદ કંગનાએ આદિત્ય પર મારપીટના આરોપો મૂક્યા હતા. કંગના તથા આદિત્યની ઉંમરમાં પણ ખાસ્સો તફાવત છે. કંગના અને આદિત્યની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. આદિત્ય પંચોલીથી અલગ થયા બાદ કંગનાનું નામ શેખર સુમનના દીકરા અધ્યયન સાથે જોડાયું હતું. જોકે, આ સંબંધો પણ લાંબા ટક્યા નહોતા. રીતિક રોશન તથા કંગના વચ્ચે પણ કંઈક હોવાની ચર્ચા થઈ હતી.

સુસ્મિતા સેન-રોહમન શૉલ

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન હાલમાં 15 વર્ષ નાના પ્રેમી રોહમન શૉલ સાથે લિવ ઇનમાં રહે છે. રોહમન પ્રેમિકા સુસ્મિતાના ઘરમાં રહે છે. રોહમન પહેલા સુસ્મિતાના સંબંધો વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, સબીર ભાટિયા, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, બંટી સચદેવ, મુદસ્સર અઝીઝ, વસીમ અકરમ સાથે હોવાની ચર્ચા થઈ હતી.

કિમ શર્મા-લિએન્ડર પેસ

બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્મા તથા ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ છેલ્લાં કેટલાંક સમયથી સાથે જોવા મળે છે. હાલમાં જ બંને ગોવામાં વેકેશન મનાવતા જોવા મળ્યા હતા. લિએન્ડર તથા કિમે હજી સુધી પોતાના સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી.

અમિષા પટેલ

બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ તથા ડિરેક્ટર વિક્રમ ભટ્ટ વચ્ચે પાંચ વર્ષ સુધી સંબંધો રહ્યા હતા. અમિષા તથા વિક્રમ લિવ ઇનમાં પણ રહેતા હતા. આ સંબંધો અમિષાના પેરેન્ટ્સના કારણે તૂટ્યા હોવાનું વિક્રમ ભટ્ટે કહ્યું હતું. વિક્રમ ભટ્ટથી અલગ થયા બાદ અમિષાનું નામ કાનવ પુરી સાથે જોડાયું હતું. જોકે, આ સંબંધ પણ લાંબો ટક્યો નહોતો. ચર્ચા છે કે હાલમાં અમિષા સિંગલ છે.

રિચા ચઢ્ઢા-અલી ફઝલ

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા તથા અલી ફઝલ ગયા વર્ષે લગ્ન કરવાના હતા. જોકે, લૉકડાઉનને કારણે તેઓ લગ્ન કરી શક્યા નહીં. જોકે, બંને લિવ ઇનમાં જ રહે છે.

શ્રુતિ હાસન-શાંતનુ

શ્રુતિ હાસન પ્રેમી શાંતનુ સાથે મુંબઈમાં લીવ ઇનમાં રહે છે. શ્રુતિ હાસન તથા શાંતનુ છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરે છે. શાંતનુ હઝારિકા ડૂડલ આર્ટિસ્ટ તથા ઇલસ્ટ્રેટર છે. આ ઉપરાંત તે ગુવાહાટી આર્ટ ઇનિશ્યટિવનો ફાઉન્ડર છે. ઉલ્લેખનીય છે કે શ્રુતિના પેરેન્ટ્સ કમલ હાસન તથા સારિકા પણ લિવ ઇનમાં રહેતા હતા. સારિકાએ લગ્ન કર્યા વગર દીકરી શ્રુતિને જન્મ આપ્યો હતો અને પછી તેણે કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા.

એમી જેક્શન

એમી જેક્શન લંડનના બિઝનેસમેન જ્યોર્જ પનયોતુ સાથે લિવ ઇનમાં રહેતી હતી. બંનેએ સગાઈ પણ કરી હતી. આ દરમિયાન એમી પ્રેગ્નન્ટ થઈ હતી અને તેણે બે વર્ષ પહેલાં દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, હાલમાં જ એમીએ પ્રેમી જ્યોર્જ સાથેની તસવીરો સો.મીડિયામાંથી હટાવી દીધી છે. આથી જ એવી અટકળો છે કે એમી તથા જ્યોર્જ વચ્ચે સંબંધો નથી. હજી સુધી એમીએ આ અંગે કોઈ વાત કરી નથી.

અર્જુન રામપાલ-ગેબ્રિએલા

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ તથા ગેબ્રિએલાએ હજી સુધી લગ્ન કર્યા નથી. બંને લિવ ઇનમાં જ રહે છે. આ દરમિયાન જ ગેબ્રિએલા પ્રેગ્નન્ટ થઈ હતી. તેણે 2019માં દીકરા એરિકને જન્મ આપ્યો હતો.

અરબાઝ ખાન-જ્યોર્જીયા એન્ડ્રિયાની

મલાઈકા અરોરાને ડિવોર્સ આપ્યા બાદ અરબાઝ ખાનના સંબંધો જ્યોર્જીયા એન્ડ્રિયાની સાથે છે. બંને મુંબઈમાં લિવ ઇનમાં રહે છે.

મલાઈકા અરોરા-અર્જુન કપૂર

મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર લિવ ઇનમાં તો નથી રહેતા, પરંતુ વેકેશન મનાવવા સાથે જ જાય છે. આટલું જ નહીં આ વર્ષે જ્યારે મલાઈકા તથા અર્જુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બંને સાથે જ રહ્યા હતા. વીકેન્ડમાં પણ બંને એકબીજાની સાથે સ્પેન્ડ કરતા હોય છે.

લારા દત્તા-કેલી દોરજી

બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ મોડલિંગના દિવસોમાં પ્રેમી કેલી દોરજી સાથે લિવ ઇનમાં રહેતી હતી. જોકે, આ સંબંધો લાંબા ટક્યા નહીં. લારા ટેનિસ પ્લેયર મહેશ ભૂપથી સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે.