તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસની દયનીય હાલત:સારવારના પૈસા નથી, પરિવારે સાથ છોડ્યો, ઘરડે ઘડપણ સવિતા બજાજ આર્થિક મદદ માગી રહ્યાં છે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવિતા બજાજને ત્રણ મહિના પહેલાં કોરોના થયો હતો.
  • 22 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં.

ફિલ્મ તથા ટીવી એક્ટ્રેસ શગુફ્તા અલી બાદ હવે સીનિયર એક્ટ્રેસ સવિતા બજાજે આર્થિક તંગી તથા બીમારી અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સવિતા બજાજે લોકો પાસે આર્થિક મદદ માગી છે અને કહ્યું હતું કે તેમની તમામ બચત પૂરી થઈ ગઈ છે.

79 વર્ષીય સવિતા બજાજે 50થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 'નિશાંત', 'નજરાના', 'બેટા હો તો ઐસા' સહિતની ફિલ્મ સામેલ છે. આ ઉપરાંત તેમણે 'નુક્કડ', 'માયકા' તથા 'કવચ' જેવી સિરિયલ પણ કરી છે. ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં સવિતા બજાજે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું, 'મારી તમામ બચત પૂરી થઈ ગઈ છે. જે પણ પૈસા હતાં, તે મારા સ્વાસ્થ્ય પાછળ ખર્ચાઈ ગયા છે. મને શ્વાસ સંબંધિત બીમારી છે અને ખબર નહીં હવે કેવી રીતે બધું થશે.'

3 મહિના પહેલાં કોરોના થયો હતો
સવિતા બજાજને તબિયતને કારણે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપવા પડે છે. બીમારીઓને કારણે સવિતા બજાજ ટેન્શનમાં છે કે કેવી રીતે ગુજરાન ચાલશે અને કોણ મદદ કરશે. 3 મહિના પહેલાં સવિતા બજાજને કોરોના થયો હતો. તે સમયે 22 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. હવે ફરીથી સવિતા બજાજને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બીજીવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.

CINTAA તથા રાઇટર્સ એસોસિયેશને મદદ કરી
સવિતા બજાજની પાસે સારવાર માટે બિલકુલ પૈસા નથી. રાઇટર્સ એસોસિયેશન તથા CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન) તરફથી જે પૈસા મળે તેમાંથી ગુજરાન ચાલે છે. રાઇટર્સ એસોસિયેશન 2 હજાર અને CINTAA 5 હજાર રૂપિયા દર મહિને આપે છે. જોકે, મેડિકલ બિલ વધતાં સવિતાને એ ડર છે કે હવે કેમનું થશે?

2016માં મદદ કરી હતી
સવિતા બજાજે કહ્યું હતું કે 2016માં અકસ્માત થયા બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તે સમયે રાઇટર્સ એસોસિયેશને 1 લાખ રૂપિયાની તથા CINTAAએ 50 હજારની મદદ કરી હતી. તેમણે એમ કહ્યું હતું કે તે એકવાર કામ શરૂ કરશે તો પૈસા પરત આપી દેશે. જોકે, હાલમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે તે કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી.

પરિવારે સાથ છોડ્યો
વધુમાં સવિતા બજાજે કહ્યું હતું કે તેમનું ધ્યાન રાખનાર કોઈ નથી. 25 વર્ષ પહેલાં તેમણે નક્કી કર્યું હતું કે તે હોમટાઉન દિલ્હી પરત જશે, પરંતુ પરિવાર તેમને સાથે રાખવા તૈયાર નથી. તેમણે સારી એવી કમાણી કરી હતી. ઘણાં જરૂરિયાતમંદ લોકોને મદદ પણ કરી હતી, પરંતુ હવે તેમને મદદની જરૂર પડી છે.

સાત હજારના ભાડના ઘરમાં રહે છે
સવિતા બજાજે કહ્યું હતું કે તેમના જેવા ઘણાં સીનિયર એક્ટર-એક્ટ્રેસિસ ઉંમર સંબંધિત બીમારીથી પીડાય છે અને તેમની દેખરેખ રાખનાર કોઈ નથી. આવા કલાકારો માટે ઓલ્ડ એજ હોમ બનાવવું જોઈએ. તેમણે આટલાં વર્ષો સુધી કામ કર્યું છતાંય મુંબઈમાં ઘરનું ઘર નથી. તે મલાડમાં એક રૂમ રસોડાના ભાડાના ઘરમાં રહે છે. દર મહિને 7 હજાર ભાડું આપે છે. તે કોઈની પાસે હાથ ફેલવવા નથી માગતા, પરંતુ હવે તેમના માટે બધું મેનેજ કરવું મુશ્કેલ છે.