સતીશ શાહ લંડન એરપોર્ટ પર વંશીય ટિપ્પણીનો ભોગ બન્યા:એક્ટરના વળતા જવાબથી સો.મીડિયા યુઝર્સ ઓવારી ગયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સતીશ શાહ હાલમાં જ લંડનના હિથ્રો એરપોર્ટ પર વંશીય ટિપ્પણીનો ભોગ બન્યા હતા. જોકે, સતીશ શાહે આ ક્ષણે જે જવાબ આપ્યો તેનાથી ચાહકો ઘણાં જ ખુશ થયા છે. સતીશ શાહે સો.મીડિયામાં પોતાનો જવાબ શૅર કર્યો છે.

વંશીટ ટિપ્પણીનો શિકાર બન્યા
સતીશ શાહે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે કેવી રીતે હીથ્રો સ્ટાફ હેરાન થઈને પોતાનો સાથી કર્મચારીને સવાલ કરે છે કે આખરે આ લોકોને કેવી રીતે ફર્સ્ટ ક્લાસ પોસાય શકે છે? સતીશ શાહે તેમની વાતો સાંભળી અને તેમણે સામે જવાબ પણ આપ્યો હતો.

શું જવાબ આપ્યો?
સતીશ શાહે કહ્યું હતું, 'મેં તેમને ગર્વભર્યા હાસ્ય સાથે જવાબ આપ્યો હતો, કારણ કે આપણે ભારતીયો છીએ.' સો.મીડિયામાં સતીશ શાહની આ પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ છે. અનેક યુઝર્સે આ પોસ્ટ પર જય હિંદ લખ્યું હતું. ઘણા યુઝર્સે સતીશ શાહને સલાહ પણ આપી હતી.

યુઝર્સે શું કહ્યું?
એક યુઝરે કહ્યું હતું, 'નેકસ્ટ ટાઇમ એક લાઇન એડ કરી દેજો અને કહેજો કે આજે તે લોકો જે પણ કંઈ અફોર્ડ કરી શકે છે તે ભારતના પૈસાને કારણે છે. તમારા પૂર્વજો ભારતમાંથી લૂંટીને લઈ ગયા હતા. અન્ય એકે કહ્યું હતું કે તેમને કહેજો કે અમારું દિલ્હી ને હૈદરાબાદનું એરપોર્ટ જુએ તો ખ્યાલ આવશે કે હીથ્રો ક્યાં છે?

કોણ છે સતીશ શાહ?
મુંબઈમાં જન્મેલા સતીશ શાહ મૂળ કચ્છી છે. તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયામાં એડમિશન લીધું હતું. સતીશ શાહે ડિઝાઇનર મધુ શાહ સાથે 1982માં લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં સતીશ શાહ કોરોનાનો ભોગ બન્યા હતા અને તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પત્ની સાથે સતીશ શાહ.
પત્ની સાથે સતીશ શાહ.

સતીશ શાહે 1970માં ફિલ્મ 'ભગવાન પરશુરામ'થી કરિયરની શરૂઆત કરી હતી. સતીશ 1984માં આવેલી સિરિયલ 'યે જો હૈ જિંદગી'થી ઘેર-ઘેર લોકપ્રિય થયા હતા. આ સિરિયલને કુંદન શાહ તથા મંજુલ સિંહાએ ડિરેક્ટ કરી હતી. આ સિરિયલમાં સતીશ શાહે 55 એપિસોડમાં અલગ-અલગ 55 એપિસોડ પ્લે કર્યા હતા. 1995માં આવેલી સિરિયલ 'ફિલ્મી ચક્કર'માં 50 રોલ પ્લે કર્યા હતા. સતીશ શાહ છેલ્લે 2014માં ફિલ્મ 'હમશકલ્સ'માં જોવા મળ્યા હતા. ટીવી સિરિયલ 'સારાભાઈ vs સારાભાઈ'માં ઇન્દ્રવદન સારાભાઈના પાત્રથી લોકપ્રિય થયા હતા. 2007માં તેઓ છેલ્લે ટીવી શો 'કોમેડી સર્કસ'માં જજ તરીકે જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...