દુઃખદ:બોલિવૂડ તથા ટીવી એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાને કારણે અવસાન, આર્મી ઓફિસર રહી ચૂક્યા હતા

મુંબઈ6 મહિનો પહેલા
  • 52 વર્ષની ઉંમરમાં બિક્રમજીત કંવરપાલનું અવસાન
  • 2003માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. બોલિવૂડ તથા ટીવીના જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું 52 વર્ષની ઉંમરમાં કોરોનાને કારણે અવસાન થયું હતું.

CINTAAએ બિક્રમજીતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું
CINTAAએ બિક્રમજીતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું

આ ફિલ્મમાં જોવા મળ્યા હતા
ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2003માં બિક્રમજીતે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘પેજ 3’, ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’, ‘આરક્ષણ’, ‘મર્ડર 2’, ‘2 સ્ટેટ્સ’, ‘ગાઝી અટેક’, ‘પાપ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું

ટીવી શોમાં પણ જોવા મળ્યા હતા
ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જેમાં ‘દીયા ઔર બાતી હમ’, ‘યે હૈ ચાહતે’, ‘દિલ હી તો હૈ’ તથા ‘24’ સાામેલ છે.

આર્મી ઓફિસરના ઘરે જન્મ
બિક્રમજીતનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરમાં થયો હતો. 2002માં તેઓ સેનામાંથી રિટાયર્ડ થયા હતા.

અશોક પંડિતની સો.મીડિયા પોસ્ટ
અશોક પંડિતની સો.મીડિયા પોસ્ટ

ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે એક્ટરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સો.મીડિયામાં કહ્યું હતું, આજે સવારે કોવિડને કારણે એક્ટર મેજર બિક્રમજીત કંવરપાલના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેઓ સેવાનિવૃત્ત સેના અધિકારી હતા. તેમણે અનેક ફિલ્મ તથા ટીવી સિરિયલ્સમાં સપોર્ટિંગ રોલ કર્યા હતા. તેમના પરિવાર તથા મિત્રો પ્રત્યે સંવેદના.

વિક્રમ ભટ્ટે શોક પ્રગટ કર્યો

વિક્રમ ભટ્ટની સો.મીડિયા પોસ્ટ
વિક્રમ ભટ્ટની સો.મીડિયા પોસ્ટ

ડિરેક્ટર વિક્રમ ભટ્ટે કહ્યું હતું, મેજર બિક્રમજીત કંવરપાલનું અવસાન થઈ ગયું. આ રોગચાળાએ તેમને આપણી પાસેથી છીનવી લીધા. મેં તેમની સાથે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. પ્રત્યેક જીવન જે આપણે ગુમાવી દઈએ છીએ, તે માત્ર એક નંબર નથી. આપણે તેને એક નંબર બનાવી શકીએ નહીં. દરેકનો વિશેષ મિત્ર, તેમની આત્માને શાંતિ મળે.

અન્ય સમાચારો પણ છે...