તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:બોલિવૂડ એક્ટ્રેસિસ શ્રીપદા તથા અભિલાષા પાટિલનું કોરોનાને કારણે અવસાન

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિનોદ ખન્ના તથા ધર્મેન્દ્ર જેવા કલાકારો સાથે કામ કરનાર શ્રીપદાનું 5 મેના રોજ અવસાન થયું હતું
  • સુશાંત સિંહ સાથે 'છિછોરે'માં કામ કરનાર અભિલાષા પાટિલે પાંચ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં

વિનોદ ખન્ના તથા ધર્મેન્દ્ર જેવા કલાકારો સાથે કામ કરનાર શ્રીપદાનું 5 મેના રોજ અવસાન થયું હતું. શ્રીપદાને કોરોના હતો CINTAAના જનરલ સેક્રેટરી અમિત બહલે શ્રીપદાના નિધનને કન્ફર્મ કર્યું હતું. હિંદી તથા મરાઠી એક્ટ્રેસ અભિલાષા પાટિલનું પણ કોરોનાને કારણે અવસાન થયું છે. અભિલાષાએ સુશાંત સિંહ રાજપૂત સાથે 'છિછોરે'માં કામ કર્યું હતું.

અમિત બહલે કહ્યું હતું, 'કોવિડની બીજી લહેરે અનેક કિંમતી જીવ લઈ લીધા છે. મીડિયામાં જે પણ લોકોના અવસાન અંગે લખાઈ ચૂક્યું છે, તેને રિપીટ કરવાની જરૂર નથી. શ્રીપદા અમારી ફ્રેટરનિટીની સીનિયર મેમ્બર હતી.'

આપણે સીનિયર એક્ટર્સેને ગુમાવી
હિંદી તથા ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ શ્રીપદાના કામ તથા 68 ફિલ્મની ફિલ્મોગ્રાફી અંગે વાત કરતાં અમિત બહલે કહ્યું હતું, 'તેમણે દક્ષિણ તથા આ સાથે જ હિંદી સિનેમામાં અવિશ્વસનિય કામ કર્યું છે. આ બહુ જ કમનસીબ છે કે આપણે એક સીનિયર એક્ટ્રેસને ગુમાવી દીધી. આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આપણે એ પણ દુઆ કરીએ કે કોરોનાની બીજી લહેરમાં વધુ લોકોના જીવ ના જાય. ખાસ કરીને આપણી ઇન્ડસ્ટ્રીના લોકોની.'

1978માં શ્રીપદાએ કરિયરની શરૂઆત કરી હતી
શ્રીપદાએ 1978માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ 'પુરાના પુરુષ' હતી. ત્યારબાદ તેણે વિનોદ ખન્નાએ 'ધર્મ સંકટ'માં જોવા મળી હતી. શ્રીપદાએ ગુલશન કુમારની સાથે 'બેવફા સનમ' તથા ધર્મેન્દ્રની સાથે 'આઝમાઈશ'માં પણ કામ કર્યું હતું. 1993માં ટીવી સિરિયલમાં ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળી હતી.

હિંદી તથા મરાઠી એક્ટ્રેસ અભિલાષા પાટિલનું પણ કોરોનાને કારણે નિધન થયું છે. 40 વર્ષીય અભિલાષાએ મરાઠી ફિલ્મ 'તુજા માંઝા અરેન્જ મેરેજ', 'બ્યાકો દેતા કા બ્યાકો પિપ્સી' સહિતની સામેલ છે. હિંદી ફિલ્મની વાત કરીએ તો 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'ગુડ ન્યૂઝ' તથા 'છિછોરે'માં પણ કામ કર્યું હતું.

પાંચ મેના રોજ નિધન થયું
અભિલાષા પાટિલે પાંચ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. અભિલાષા પોતાની પાછળ પતિ તથા દીકરાને વિલાપ કરતાં મૂક્યા છે.