વિકી-કેટના લગ્ન:રોકા સેરેમનીની વાત મીડિયામાં આવતાં જ કેટરીના-વિકી વચ્ચે જોરદાર ઝઘડો થયો, રિપોર્ટમાં દાવો

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

છેલ્લા થોડા સમયથી કેટરીના કૈફ તથા વિકી કૌશલ લગ્નને કારણે સતત ચર્ચામાં છે. બંને બે વર્ષથી રિલેશનશિપમાં હોવાનું માનવામાં આવે છે. બંને આવતા મહિને રાજસ્થાનમાં લગ્ન કરવાનાં છે, જોકે હજી સુધી બંનેએ પોતાના લગ્ન અંગે કોઈ વાત કરી નથી. જોકે રોકા સેરેમની અંગેની વાત બહાર આવતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.

કેટરીના-વિકી કન્ફ્યુઝ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કહેવાય છે કે બંને રોકા સેરેમનીની વાત લીક થવાથી ઘણા જ પરેશાન થઈ ગયાં હતાં. ત્યાં સુધી કે બંને વચ્ચે આ મુદ્દે ઝઘડો પણ થઈ ગયો હતો. બંને એ વાતથી મૂંઝવણમાં હતાં કે મીડિયા સુધી આ વાત કેવી રીતે પહોંચી. બંને વચ્ચે આ દરમિયાન એ હદે ઝઘડો થયો કે બંને એકબીજાની ટીમને જવાબદાર માનવા લાગ્યાં હતાં. હાલમાં બંનેની પ્રાયોરિટી ફિલ્મ છે અને બંને પર્સનલ લાઇફની જાહેરમાં ચર્ચા થાય એ પસંદ કરતાં નથી.

વિકીએ અફવા ફેલાવવા માટે ફોટોગ્રાફર્સને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ સમાચાર તેમણે જ ફેલાવ્યા છે. સમય આવશે ત્યારે તે સગાઈ પણ કરી લેશે.

હર્ષવર્ધન કપૂરે પોલ ખોલી નાખી
એક ઇન્ટરવ્યુમાં અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરને સવાલ કરવામાં આવ્યો હતો કે તે ઇન્ડસ્ટ્રીમાં કોના રિલેશનશિપને સાચું માને છે અથવા તો પબ્લિસિટી માને છે. જવાબમાં હર્ષવર્ધને કહ્યું હતું કે વિકી તથા કેટરીના સાથે છે અને આ વાત સાચી છે. જોકે પછી એક્ટરે કહ્યું હતું કે શું આ વાત કહીને તે મુશ્કેલીમાં મુકાશે?

7-12 ડિસેમ્બર વચ્ચે લગ્ન
મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિકી તથા કેટ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. બંનેના લગ્નના ફંક્શન 7-12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં થશે. લગ્નની તડામાર તૈયારીઓ થઈ રહી છે.