બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતી હોય છે. ક્રિકેટર રિષભ પંતના અકસ્માત બાદ એક્ટ્રેસે પોતાની સો.મીડિયા પોસ્ટથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ક્યારેક તેણે પ્રાર્થના કરતી પોસ્ટ શૅર કરી તો ક્યારેય કોકિલાબેન અંબાણી હોસ્પિટલની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે રિષભ પંત મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં જ ઉર્વશી પોતાના ફાટેલા સ્ટોકિંગ્સને કારણે ટ્રોલ્સના નિશાને આવી હતી.
સો.મીડિયામાં ઉર્વશીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઉર્વશી એરપોર્ટ પર જોવા મળે છે. તેણે પિંક ડ્રેસ ને બ્લેક સ્ટોકિંગ્સ પહેર્યાં હતાં. પિંક ડ્રેસમાં ઉર્વશી બાર્બી ડૉલ જેવી લાગતી હતી. જોકે, ઉર્વશીના બ્લેક સ્ટોકિંગ્સ ફાટેલા હતા અને સો.મીડિયા યુઝર્સના ધ્યાનમાં આ વાત આવી હતી.
યુઝર્સે કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં ઉર્વશી પોતાના ફાટેલા સ્ટોકિંગ્સ છુપાવવાનો પ્રયાસ કરે છે, જોકે, ફાટેલા સ્ટોકિંગ્સ કેમેરાની બાજ નજરથી બચી શકતા નથી. સો.મીડિયા યુઝર્સના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે ઉર્વશીના સ્ટોકિંગ્સ ફાટી ગયા છે. બહાર નીકળતા પહેલાં ધ્યાન નહોતું આપ્યું. અન્ય એકે કહ્યું હતું કે ઉર્વશીએ કેમ ફાટેલા સ્ટોકિંગ્સ પહેર્યાં. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ઉર્વશીએ મિસ યુનિવર્સમાં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું હતું, અરે ભગવાન..
પંતને મળવા ઉર્વશી હોસ્પિટલ ગઈ?
સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે ઉર્વશીએ હોસ્પિટલમાં રિષભ પંતની ખબર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે રિષભ તથા ઉર્વશી રિલેશનશિપમાં હતા. જોકે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ત્યારથી બંને વચ્ચે કોલ્ડ વૉર ચાલે છે.
ઉર્વશીની હરકત પર યુઝર્સ ગુસ્સે થયા
રિષભના ગંભીર અકસ્માત પછી ઉર્વશીની હરકતો જોઈને યુઝર્સ ઘણાં જ નારાજ છે. યુઝર્સ માની રહી છે કે એક્ટ્રેસ ક્રિકેટરના નામ પર લોકપ્રિયતા મેળવવા ઈચ્છે છે. એક યુઝરે કહ્યું હતું, 'લોકપ્રિયતા મેળવવા માટે કેટલી ગંદી ટ્રિક છે. રિષભનો ગંભીર અકસ્માત થયો છે, કોઈ મજાક નથી. આ મેન્ટલ ટોર્ચર જેવું છે.' અન્ય એકે કહ્યું હતું, 'ભારતમાં પુરુષોની પાસે માહિલાઓ વિરુદ્ધ એક્શન લેવા માટે કોઈ કાયદો નથી. ઉર્વશીનું વર્તન હવે મજાક જેવું રહ્યું નથી. ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતી, 'આ મેન્ટલ ટોર્ચર છે. આ યુવતીનું મગજ ખરાબ થઈ ગયું છે. ઉર્વશી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. તે સતત પંતને ટોર્ચર કરી રહી છે.' અન્ય એકે કહ્યું હતું, 'એક જરરિયાતમંદ મહિલાને સારવારની જરૂર છે. તે હોસ્પિટલની બહાર મદદની અપીલ કરી રહી છે, પરંતુ તેની સારવાર કરવામાં આવી નથી.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.